google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

મહાત્મા ગાંધીજી ની 154 ની જન્મ જયંતી પર્વ ની રાજકીય,સામાજિક અને વહીવટી તંત્ર દ્વારા ઉજવણી કરાઈ..

Date:

ગાંધીજીની પ્રતિમાને માલ્યાપણૅ કરી શ્રદ્ધા સુમન સમર્પિત કરાયા..

પાટણ તા. 2 બીજી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે પાટણ શહેરમાં વિવિધ રાજકીય પાર્ટીઓ તેમજ વિવિધ સેવાકીય અને સામાજિક સંસ્થાઓ દ્વારા શહેરના રેલવેના પ્રથમ ગરનાળા પાસે આવેલ ગાંધીજી ની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું. તો જિલ્લા કલેક્ટર સહિત વહીવટી તંત્ર દ્વારા પણ ગાંધીજી ની પ્રતિમાને માલ્યાપણૅ કરી શ્રધ્ધા સુમન સમર્પિત કરાયા હતા.

સોમવારે તા. 2 જી ઓકટોબર ના રોજ 154 મી ગાંધી જયંતિ ના પવિત્ર દિવસે આયોજિત કરવામાં આવેલ માલ્યા પણૅ કાયૅક્રમ માં ભાજપ , કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતની રાજકીય પાર્ટીઓ સાથે, ભા.વિ.પ, ભારત વિકાસ પરિષદ સિઘ્ધહેમ શાખા, મહાત્મા ગાંધી યુથ ફાઉન્ડેશન,લાયન્સ,લીયો પરિવાર સહિત પાટણ જિલ્લા કલેક્ટર,પાલિકા સ્ટાફ સહિત સરકારી તંત્ર દ્વારા ગાંધીજી ની પ્રતિમા ખાતે શ્રધ્ધા સુમન સમર્પિત કરવામાં આવ્યા હતા. તો પાટણ નજીક આવેલા રાજપુર ગામે સ્થાપિત બાપુની પ્રતિમા ને સમસ્ત ગ્રામજનો દ્વારા માલ્યા પણૅ કરી શ્રધ્ધા સુમન સમર્પિત કરવામાં આવ્યા હતા .

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણનાં સાગર ઉપાશ્રયે ખાતે પ.પૂ.આ.શ્રી આનંદ સાગર સૂરીશ્વરજી મ.સા.નો ૧૫૦ મો જન્મદિવસ ઉજવાયો..

પાટણ તા. ૪દક્ષિણ કેસરી ૫.પૂ.આ.શ્રી સ્થૂલભદ્ર સૂરીશ્વરજી મ.સા.ના તપસ્વી...

વડલી ના વત્રાસર ખાતે 74 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી..

વડલી ના વત્રાસર ખાતે 74 મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી.. ~ #369News