google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

નાયકા-સમી માગૅ પર બાઈક સવાર બે શિક્ષકોને swift કારે ટકકર મારતાં બન્ને શિક્ષકોના કરૂણ મોત નિપજ્યાં..

Date:

અકસ્માતની ધટનાને પગલે પોલીસે ધટના સ્થળે પહોંચી કાયૅવાહી હાથ ધરી..

પાટણ તા. 3 પાટણ જિલ્લાના નાયતા સમી માર્ગ પર મંગળવારના રોજ બાઇક સવાર બે શિક્ષકોને સ્વીફ્ટ કારના ચાલકે ટક્કર મારતા બન્ને શિક્ષકોના કરૂણ મોત નીપજતા પરિવારજનો મા શોકની કાલિમા છવાઈ જવા પામી હતી. આ અકસ્માત ના બનાવ ની મળતી હકીકત મુજબ મંગળવારના રોજ સમી તરફથી બાઇક લઈને આવી રહેલા ટોકરભાઈ તેજાભાઈ નિવૃત્ત શિક્ષક અને નાની ચંદુર સ્કૂલ ના શિક્ષક મધાજી ઠાકોર ને માગૅ પરથી પુરઝડપે આવી રહેલ swift ગાડીના ચાલકે ટકકર મારતા ટોકરભાઈ તેજાભાઈ નિવૃત શિક્ષક નું ગંભીર ઈજાઓ ના કારણે ધટના સ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.

જયારે મઘાજી ઠાકોર નાની ચદુરના શિક્ષક ને ગંભીર ઈજાઓ પહોચી હોય જેઓને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે પાટણ રિફર કરવામાં આવે તે પહેલાં તેઓનું પણ મોત નિપજ્યું હતું. આ માગૅ અકસ્માતના બનાવને લઈને મૃતક બન્ને શિક્ષકોના પરિવારજનોમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી. અકસ્માતના બનાવની જાણ પોલીસ તંત્રને થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી મૃતક નિવૃત્ત શિક્ષકની લાશનુ પંચનામું કરી લાશને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તો પાટણ સારવાર અર્થે પહોચે તે પહેલાં જ મોતને ભેટેલા શિક્ષકની લાશ નું પણ પી એમ કરાવી આગળ ની તજવીજ પોલીસે હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related