google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ યુનિ.ના ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ચર ડીપાર્ટમેન્ટ સાથે સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સ્ટેટ નોડલ યુનિટ ગુજરાત વચ્ચે એમ.ઓ.યુ. કરાયા.

Date:

પાટણ તા. 5 હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનીવર્સીટી ના આર્કિટેક્ચર ડિપાર્ટમેન્ટ સાથે સ્ટોન આર્ટીઝન પાર્ક ટ્રેનિંગ ઇન્સ્ટિટયૂટ સ્ટેટ નોડલ યુનિટ ગુજરાત સાથે ગુરૂવારે કા. કુલપતિની અધ્યક્ષતામાં એમઓયુ કરવામાં આવ્યાં હતાં. આ એમ.ઓ.યુ.ના માધ્યમથી વિદ્યાર્થીઓને શિલ્પકળાનું પધ્ધતિસરનું જ્ઞાન મેળશે. અને અંબાજીના ડુંગરોમાં પથ્થરોનું પોલીસીંગ કેવી રીતે કરી શકાય તે અંગેનું પણ જ્ઞાન અપાશે કા. કુલપતી પ્રો.ડો.રોહિતભાઈ દેસાઈએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ ફ્રિ માં ડીપ્લોમાં કોર્સ કરી શકે અને એ પોતે સ્વમાનભેર જીવી શકે તે માટે આ એમ.ઓ.યુ. મદદરૂપ થશે.

આપણો ઇતિહાસ, આપણો વરસો, એ વિદ્યાર્થીઓ પર જાગૃત થાય એ માટેનો આ એમ.ઓ.યુ કરવામાં આવ્યો છે..એમ.ઓ.યુ દ્વારા વિદ્યાર્થીઓ ઐતિહાસિક વારસા અંગે સમજ મેળવી તને રોજગારલક્ષી ઉપયોગ કરી શકે તે હેતુથી આ એમ.ઓ.યુ કરાયા છે. એમ.ઓ.યુ માટે કા. કુલપતિ પ્રોફે.ડૉ.રોહિત દેસાઇ તથા કા.કુલસચિવ ડૉ. કે. કે. પટેલ, આર્કિટેક્ટ વિભાગના અધ્યક્ષ પ્રોફે. આર્કી.મીરાબેન ચતવાણી, ડૉ.નીતિન દત્ત, જિગર ગજ્જર અને સંદીપ ત્રિવેદી સહિતના અધ્યાપકો હાજર રહ્યા હતાં.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સંચાલિત શ્રી જય હરિ કો. ઓપ. લી. ની સાધારણ સભા મળી..

પાટણ પ્રજાપતિ યુથ ક્લબ દ્વારા સંચાલિત શ્રી જય હરિ કો. ઓપ. લી. ની સાધારણ સભા મળી.. ~ #369News

પાટણ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ ધરોહર દિવસ ની ઉજવણી કરાઈ…

પાટણ તા. ૧૮પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા.૧૮ એપ્રિલ...