fbpx

પાટણ પોસ્ટલ વિભાગ દ્વારા ફીલાટેલી દિવસ ની ઉજવણી અંતગૅત એક દિવસીય વકૅશોપ યોજાયો..

Date:

પોસ્ટલ વિભાગ ની વિવિધ ટીકીટો ના પ્રદર્શનને વિદ્યાર્થીઓએ નિહાળી જાણકારી પ્રાપ્ત કરી..

પાટણ તા. 11
પાટણ પોસ્ટલ વિભાગ દ્રારા ફીલાટેલી દિવસની ઉજવણી અંતર્ગત પાટણની ભગવતી ઇન્ટર નેશનલ પબ્લીક સ્કૂલ ખાતે ફીલાટેલી વર્કશોપનું એક દિવસીય આયોજન કરવામાં આવ્યું હતું.

આ વકૅશોપ માં પોસ્ટ વિભાગના અધિકારી એમ.એમ.પ્રજાપતિ, સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફીસીઝ પાટણ ડીવીઝન,ડી.આર.પરીખ આસીસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફીસીઝ, પાટણ,આર.જી.જનસારી ઓફીસ આસિસ્ટન્ટ પાટણ ડીવીઝન તેમજ મહા ગુજરાત ના કિરીટભાઈ ખમાર અને ફીલા ટેલીસ્ટ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે એમ.એમ.પ્રજાપતિ, સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફીસીઝ, પાટણ ડીવીઝન દ્રારા સ્કુલના વિદ્યાર્થીઓને ફીલાટેલી તથા પોસ્ટ વિભાગ ની વિવિધ સેવાઓની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

જયારે મહાગુજરાત ના કિરીટભાઈ ખમારે ફીલાટેલીસ્ટ દ્રારા પણ વિદ્યાર્થીઓને પોસ્ટલ ટીકીટના સંગ્રહ અંગે માહિતગાર કરવામાં આવ્યા હતા.આ એક દિવસીય વકૅશોપ માં સ્કુલના વિદ્યાર્થીઓએ પોસ્ટ વિભાગની વિવિધ ટીકીટોના પ્રદર્શનનો લાભ લીધો હતો.વકૅશોપ ના અંતે સ્કુલના પ્રિન્સીપાલ અને ફીલાટેલીસ્ટને પોસ્ટ વિભાગ દ્વારા મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

રાષ્ટ્રીય કક્ષાએ પાટણના શિક્ષકોનું સન્માન કરાયું..

રાષ્ટ્રીય કક્ષાએ પાટણના શિક્ષકોનું સન્માન કરાયું.. ~ #369News

પાટણ ખાતે સ્વગૅસ્થ મણીરાજ બારોટ ની યાદ માં સ્મરાણાજલિ કાર્યક્રમ યોજાયો..

કાર્યક્રમમાં રાજલ બારોટ સહિતના કલાકારો એ સ્વ.મણીરાજ બારોટના કંઠે...