fbpx

પાટણ સરકારી ઇજનેરી કોલેજ ખાતે કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન તાલીમનું આયોજન કરાયું…

Date:

પાટણ તા.11
પાટણ સરકારી ઇજનેરી કોલેજમાં કાર્યરત NSS યુનિટ અને રેડક્રોસ સોસાયટી પાટણના સંયુક્ત ઉપક્રમે કોલેજ કેમ્પસમાં કાર્ડિયોપલ્મોનરી રિસુસિટેશન તાલીમ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ‌માં ઉપસ્થિત રેડક્રોસ સોસાયટી પાટના ચેરમેન ડૉ.અરવિંદભાઈ પટેલે રેડક્રોસ સોસાયટી વિશે માહિતી આપી હતી. ત્યારબાદ પ્રફુલભાઇ પ્રજાપતિએ કાર્ડિયો પલ્મોનરી રિસુસિટેશન‌ વિશે તાલીમ આપી હતી.

આ તાલીમ અંતર્ગત સીપીઆર કેવી રીતે કરવુ, બેભાન અને ઓછો શ્વાસ લેતી વ્યક્તિ ની દુર્ઘટનામાં સારવાર કેવી રીતે કરવી, ગૂંગળામણ, જીવલેણ માર્ગ અકસ્માત દરમિયાન કેવી રીતે મદદ કરવી જેવી વિવિધ તકનિકો જીવન બચાવવા માટે ની સમજાવી હતી અને કાર્ડિયોપલ્મોનરી રિસુસિ ટેશન વિશે જાગૃત કર્યા હતા.કોલેજના આચાર્ય અને એન.એસ.એસ. ના પ્રોગ્રામ ઓફિસર તથા રેડક્રોસ સોસાયટી પાટણના ચેરમેન ડૉ. અરવિંદભાઈ પટેલના સહકારથીએન.એસ.એસ.ના સ્વયં સેવકો દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ માટે કાર્ડિયોપલ્મોનરી રિસુસિટે
શન ની તાલીમ નું સફળતા પૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પોસ્ટલ વિભાગ દ્વારા ફીલાટેલી દિવસ ની ઉજવણી અંતગૅત એક દિવસીય વકૅશોપ યોજાયો..

પોસ્ટલ વિભાગ ની વિવિધ ટીકીટો ના પ્રદર્શનને વિદ્યાર્થીઓએ નિહાળી...

દેશી હાથ બનાવટની બંદુક સાથે એક શખ્સને SOG ટીમે દબોચ્યો..

પાટણ તા. ૧૯પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ દ્વારા...

પાટણમાં વૈષ્ણવાચાર્ય પૂ. વાગિશકુમારજી નું ભવ્ય સામૈયું અને શોભાયાત્રા સાથે સન્માન કાર્યક્રમ યોજાયો..

પાટણનાં વૈષ્ણવ પરિવારો સાથે પ્રબુદ્ધ નગરજનો, પત્રકારો સહિત વિવિધ...