fbpx

સમી ના અમરાપુર પાટી ના સીમ વિસ્તાર માથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : બુટલેગર ફરાર.

Date:

પાટણ તા. ૧૪
પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશન વિસ્તારના અમરાપુર પાટીના સીમ વિસ્તારમાં પાટણ એલસીબી પોલીસ ટીમે બાતમીના આધારે ઓચિંતી રેડ કરી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લેવામાં સફળતા મેળવી છે જો કે પોલીસની રેડ દરમિયાન બુટલેગર પોતાની ગાડી લઈ ફરાર થતા તેને ઝડપી લેવાના ચક્ર ગતિમાન કર્યા હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું છે.

આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાંથી પ્રોહી. લગતની ગે.કા.પ્રવૃતિ દુર કરવા કરેલ સુચના આધારે પાટણ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ વી.આર.ચૌધરી અને એલસીબી પોલીસ સ્ટાફના માણસો એ ચક્ર ગતિમાન બનાવતા ગતરોજ એલસીબી ટીમ સમી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મળેલ બાતમી આધારે અમરાપુર પાટી ગામની સીમમાં કરતાં સિન્ધી (ડફેર) લાલમહંમદ ઉર્ફે લોટો તાજન રહે. વાદળીથર તા.સાંતલપુર જી.પાટણ વાળો ગુજરાતમાં દારૂ બંધી હોવાનુ જાણતા હોવા છતાં અમરાપુરપાટી ગામની સીમમાં આવેલ અબ્દુલ જીંદાભાઇ મધરાનાઓના ખેતરની બાજુમાં આવેલ બાવળની ઝાડીમાં આવેલ એક ખાડામાં ગે.કા. રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂ લાવી મંગાવી સંતાડી રાખ્યો છે

જે હકીકત આધારે પાટણ એલસીબી ટીમે ઉપરોક્ત સ્થળ પર ઓચિંતો છાપો મારતા સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ-૨૧૬ (૧૬૨ લીટર) કિં.રૂ.૫૮,૭૫૨/- તથા બિયર ના ટીન નંગ-૧૨૬૦ (૬૩૦ લીટર) કિં.રૂ.૧,૫૧,૨૦૦/- મળી કુલ કિં.રૂ.૨,૦૯,૯૫૨/- નો મુદ્દામાલ ઝડપી લીધો હતો જોકે એલસીબી ની રેડ દરમ્યાન બુટલેગર પોતાની સ્વીફ્ટ ગાડી લઇ નાસી ગયેલ હોઇ જેની વિરૂધ્ધ સમી પો.સ્ટે. ખાતે ગુનો રજી. કરાવવામાં આવતાં બુટલેગર ને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિશીલ કયૉ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

આંબેડકર ઓપન યુનીવર્સીટી દ્રારા વિશ્વ વસ્તી દિન નિમિતે સ્પધૉ યોજાઈ..

વસ્તી વિષયક ૫૦ પ્રશ્નોની ઓનલાઇન સ્પર્ધામાં ૩૦૦ થી વધુ...

યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે મોહનલાલ પટેલ અને ઉમાશંકર જોષી વ્યાખ્યાન માળાનું આયોજન કરાયું..

કુલપતિ સહિતના તજજ્ઞ વક્તાઓ દ્વારા બન્ને સાહિત્યકારો નાં જીવન...