google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

યુનિવર્સિટી ના ફેલોશિપ મા પસંદગી પામેલા 54 વિધાર્થીઓને રૂ. 2.16 કરોડ સ્ટાઈપેન્ડ સહાય પ્રાપ્ત થશે..

Date:

પાટણ તા.12
રાજ્ય સરકારની PHD ના વિદ્યાર્થીઓને સ્ટાઈપેન્ડ અને આર્થિક સહાય માટેની શોધ ફેલોશીપ યોજનામાં વર્ષ 2022-23 ના શૈક્ષણિક વર્ષ માટેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણના કુલ 79 વિદ્યાર્થીઓ માંથી 54 વિદ્યાર્થીઓને આ શોધ ફેલોશિપ મેળવવામાં સફળતા મળી છે, યુનિવર્સિટીના આ 54 વિદ્યાર્થીઓને કુલ 2.16 કરોડની શોધ ફિલોસીપ રૂપે પ્રાપ્ત થશે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઈ. કુલપતિ ડો. રોહિત દેસાઈના માર્ગદર્શનમાંયુનિવર્સિટીના વિવિધ વિભાગોના વિવિધ વિષયો ના પીએચડીના સંશોધક વિદ્યાર્થીઓને આ શોધ ફેલોશિપ અંતર્ગત પ્રોત્સાહિત કરવા માં આવ્યા હતા. જેમાં યુનિવર્સિટીના જુદા જુદા 23 વિષયોના વિદ્યાર્થીઓની અરજીઓનું વેરિફિકેશન કરીને તેમાંથીકવોલીફાઈ થયેલા79 છાત્રોની અરજીઓ કેસીજીમાં મોકલી આપવામાં આવી હતી જેમાંથી તે અંગેના મૂલ્યાંકનના સાત માપદંડોમાં યોગ્ય નિવડેલા અને નિયત કરાયેલા 100 ગુણમાંથી ઓછામાં ઓછા 50 માર્કસ કે તેથી વધુ ગુણ લાવનાર કુલ 54 વિદ્યાર્થીઓ આ શોધ ફેલોશીપ માટે પસંદગી પામ્યા છે.

જુદા જુદા વિષયના આ 54 વિદ્યાર્થીઓમાં આર્ટસના 23, સાયન્સના 21 તેમજ કોમર્સના5, શિક્ષણના 4 અને કાયદા વિભાગના 1 મળી 10વિદ્યાર્થીઓ સાથે કુલ 54 વિદ્યાર્થીઓનો આ ફેલોશિપ મેળવવામાં સમાવેશ થાય છે.આ અંગે યુનિવર્સિટીના ઈ. કુલપતિ ડો. આર. એન. દેસાઈ અને શોધ સ્કીમના નોડલ ઓફિસર ડો. હિમાંશુ બારૈયાએ જણાવ્યું હતું કે પીએચડીના સંશોધક વિદ્યાર્થીઓ માટેની આ શોધ ફેલોશિપ માટે સફળ થતાં ઉમેદવારો ને દર મહિને 2.15 કરોડનું સ્ટાઈપંડ બે વર્ષ સુધી આપવામાં આવે છે. તે ઉપરાંત દર વર્ષે રૂપિયા 20,000 કન્ટીજન્સી ખર્ચ પણ આપવામાં આવે છે. આમ, શોધ ફેલોશિપ અંતર્ગત પ્રત્યેક વિદ્યાર્થીને બે વર્ષમાં કુલ 4 લાખ રૂપિયાની શોધ ફેલોશીપનો લાભ મળવા પામે છે.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા વર્ષ 2019-20 થી વર્ષ 2022-23 સુધીના ચાર વર્ષમાં કુલ 465 વિદ્યાર્થીઓની અરજીઓ મોકલવામાં આવી હતી જે પૈકી 340 વિદ્યાર્થીઓ આ શોધ ફેલોશિપ માટે સફળ થયેલ છે અને છેલ્લા ચાર વર્ષમાં પાટણ યુનિવર્સિટીના પીએચડીના સંશોધક વિદ્યાર્થીઓને શોધ ફેલોશિપરૂપે કુલ 213 કરોડ 60 લાખની માતબર રકમ મળવા પામેલ છે.

વર્ષ 2019-20માં 136 અરજી મંજુર થયેલ અને રૂા.5.44 કરોડ મળ્યા હતા વર્ષ 2020-21માં 35 અરજીમાં 1.40 કરોડ, 2021-22 માં 115અરજીમાં 4.60 કરોડ અને 2022-23માં મંજૂર થયેલ 54 અરજીઓમાં રૂા.2.16કરોડ મળવાપાત્ર બન્યા છે.ઉલ્લેખનિય છે કે, સરકારના શિક્ષણ વિભાગ દ્વારા 2019 માં પીએચડીના વિદ્યાર્થીઓને આર્થિક સહાય પૂરી પાડવા માટે શોધ (સ્કીમ ઓફ ડેવલપિંગ હાઈ ક્વોલીટી રિસર્ચ) યોજના શરૂ કરવામાં આવી છે.,

જેમાં યોજનાના માપદંડો મુજબ લાયક થનારાવિદ્યાર્થીઓને બે વર્ષમાં કુલ રૂપિયા ચાર લાખની આર્થિક સહાય આપવામાં આવે છે.આ ફેલોશીપ માટે પીએચડીના વિષય, સર્વેક્ષણ, સંશોધન ડિઝાઇન તેમજ પદ્ધતિઓ વગેરે સહિતના માપદંડોના આધારે 100 ગુણમાંથી તમામ અરજીઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે જેમાં 50% કે તેથી વધુ ગુણ મેળવવા ફરજીયાત હોય છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પંથકમાં નાગ પંચમીના પાવન પર્વે ભકિતમય માહોલમાં ઉજવાયો..

ગોગા મહારાજને કુલેર , સુખડી અને શ્રીફળનો ભોગ ધરાવી...