google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાલિકા ની વોટર વર્કસ શાખાના વિજ બીલ મામલે પાલિકા ના વહીવટી કચેરી નું વિજ કનેકશન કાપી નાખવા જીઈબી ની પાલિકા ને નોટિસ…

Date:

બીલના બાકી નાણાં ચિફ ઓફિસર હાજર થયે ભરપાઈ કરવાની પાલિકા ની સંમતિને જીઈબી એ ગ્રાહ્ય રાખતાં પાલિકાએ રાહત અનુભવી…

પાટણ તા. 12
પાટણ નગર પાલિકા ના વોટર વર્ક્સ શાખાના 4 એસ ટી કનેકશન પેટે જીઈબી ની બાકી રકમ ના રૂ. 56,02, 224,78 ની પાલિકા તંત્ર દ્વારા ભરપાઈ નહિ કરાતાં ગુરૂવારે જીઈબી કચેરી દ્વારા ઉપરોક્ત રકમ પાલિકા ને 24 કલાકની અંદર ભરપાઈ કરવા માટે નોટિસ પાઠવી હતી અને જો પાલિકા ઉપરોક્ત રકમ 24 કલાકમાં ભરપાઈ નહિ કરે તો પાલિકા કચેરી નું વિજ કનેકશન કાપી નાખવાનુ નોટિસ મા જણાવતાં પાલિકા તંત્ર હરકત માં આવી છે.

જો નોટિસ ના નાણા 24 કલાક માં પાલિકા નહીં ભરે તો વહીવટી તંત્ર ની ઓફિસો નું કનેક્શન કાપી નાખવામાં આવશે તેવી જીઈબીની નોટિસને લઈને ગુરૂવારે સાંજે પાલિકા ખાતે પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર દ્રારા તાત્કાલિક ઓએસ, કારોબારી ચેરમેન સાથે ચચૉ કરી જીઈબી ના બાકી બિલ બાબતે ચચૉ વિમશૅ કરવામાં આવ્યો હતો.

આ બેઠક દરમિયાન પાલિકા ઉપપ્રમુખ હીનાબેન શાહ, પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી તેમજ અન્ય કોર્પોરેટરો પણ હાજર રહ્યા હતા. જોકે પાલિકા ના ચીફ ઓફિસર રજા ઉપર હોય જીઈબી ની બાકી રકમ ચિફ ઓફિસર હાજર થયે ભરવા માટે પાલિકા એ સંમતિ દશૉવતા અને આ મામલે જીઈબી ના અધિકારીઓ સાથે પાલિકા પ્રમુખ દ્રારા વાતચીત કરતાં જીઈબી દ્રારા પાલિકા પ્રમુખ ને આ બાબતે લેખિતમાં આપવાની સાથે તેઓની વાતને માન્ય રાખી ચિફ ઓફિસર હાજર થયા પછી નાણાની ભરપાઈ કરવા પાલિકા ને મુદત આપી હોવાનું પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નગર પાલિકાનો ‘’મારી માટી, મારો દેશ’’ અંતર્ગત કાર્યક્રમ યોજાયો.

પાટણ તા.16 મારી માટી, મારો દેશ" અભિયાન અંતર્ગત સમગ્ર...

પાટણ જિલ્લાના અનુસુચિત જાતિ ના વિધાર્થીઓના વિવિધ પ્રશ્ને મંત્રી ને રૂબરૂ મળી રજુઆત કરવામાં આવી..

મંત્રી દ્વારા વિધાર્થીઓના હિતમાં આ મામલે ત્વરિત નિરાકરણ લાવવાની...