fbpx

પાટણ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ બાળમજૂરી વિરોધ દિન નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

Date:

પાટણ તા. ૧૨
પાટણના રિજિયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા. 12 જૂન 2024 ના રોજ વિશ્વ બાળમજૂરી વિરોધ દિન નિમિત્તે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો જેમાં 100 થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. નિષ્ણાત ગાઈડ દ્વારા લોકપ્રિય ચર્ચાના માધ્ય્મથી ભારતમાં બાળ મજૂરીના કારણો અને પડકારો પર સહભાગી ઓને જાણકારી આપવામાં આવી હતી.

સાયન્સ સેન્ટર ના પ્રોજેકટ ડાયરેક્ટર ડો.સુમિત શાસ્ત્રી એ જણાવ્યું હતું કે આ દિવસનો ઉદેશ્ય લોકોમાં બાળમજૂરી રોકવા માટે જાગૃતિ અને સક્રિયતા વધારવાનો છે. તેમણે વધુમાં જણાવ્યું હુ કે બાળ મજૂરીનો સામનો કરતા પ્રાથમિક પડકારોમાંનો એક તેમનો શિક્ષણનો અધિકાર છે.

ઘણા બાળકોને કુટુંબને ટેકો આપવા માટે શાળા છોડી દેવાની ફરજ પાડવામાં આવે છે, જે ભવિષ્ય માટે તેમની તકોને મર્યાદિત કરે છે અને નિરક્ષરતાના ચક્રને કાયમી બનાવે છે.આ વર્ષની વિશ્વ બાળ મજૂરી વિરોધ દિન ની થીમ છે “ચાલો અમારી પ્રતિબદ્ધતાઓ પર કાર્ય કરીએ અને બાળ મજૂરી સમાપ્ત કરીએ..

Share post:

Subscribe

Popular

More like this
Related

વડાપ્રધાન ના આત્મ નિભૅર ભારત ના સંકલ્પ ને સૌ સાથે મળીને ચરિતાર્થ કરીએ : મુખ્યમંત્રી..

જુનાગઢ ખાતે ગુજરાત પ્રદેશ અનુસુચિત જાતિ મોરચાનો "યુવા સંવાદ"...