મૃતકની લાશને પીએમ માટે હોસ્પિટલમાં ખસેડવા લારીનો ઉપયોગ કરાતા મૃતક નો મલાજો પણ ભુલ્યા…
રાધનપુર પોલીસે ધટના સ્થળે પહોંચી આગળ ની કાર્યવાહી હાથ ધરી..
પાટણ તા. 13
પાટણ જિલ્લાના હાઇવે માર્ગો પર પુરઝડપે અને ગફલતભરી વાહનો હંકારતા ચાલકો દ્રારા અવાર-નવાર નાની મોટી માર્ગ અકસ્માતની ઘટનાઓ સજૉતી હોય છે ત્યારે આવોજ એક માગૅ અકસ્માત નો બનાવ રાધનપુર એસ ટી ડેપો ખાતે એસટી બસની ટકકરે એક આધેડનું મોત નિપજતા એસટી બસ યમદુત બની હોવાની ઘટના પ્રકાશ માં આવવા પામી છે.
આ અકસ્માત ની મળતી માહિતી મુજબ શુક્રવારે સવારે રાધનપુર એસટી ડેપો માંથી નિકળતી રાધનપુર-નવા ભિલોટ એસટી બસના ચાલકની બેદરકારી ભયૉ ડ્રાઇવિંગ ના કારણે દવા નિકળેલા રાહદારી હમીરભાઈ મગન ભાઈ ઠાકોર રહે,રંગપુરા તા.રાધનપુર વાળા ને હડફેટે લેતા તેઓનું ધટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજતા અરેરાટી વ્યાપી જવા પામી હતી.
સલામત સવારી એસટી અમારી ના સુત્ર ને એસટી ચાલકે જ પોતાની ગફલત ભરી ડ્રાઇવિંગના કારણે બદનામ કરી એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લીધો હોય જેને લઇ લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
આ અકસ્માત ની ઘટનાની જાણ રાધનપુર પોલીસને થતા તેઓએ ઘટના સ્થળે પહોંચી લાશનુ પંચનામું કરી લાશ ને પીએમ માટે લઈ જવા એમ્બ્યુલન્સ કે ખાનગી વાહન ની જગ્યાએ ચાર પૈડાની લારીમાં લઈ જવાતા મૃતક ના મૃત્યુ નો મલાજો ભુલાતા લોકો મા આ ઘટના ટીકા પાત્ર બનવા પામી હતી.
અહેવાલ યશપાલ સ્વામી