google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ રોટરેકટ કલબ દ્વારા સતત ૧૫ મા વર્ષે પણ રણકાર ૨૦૨૩ નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું…

Date:

નવરાત્રી મહોત્સવના આયોજનની રૂપરેખા આપવા પત્રકાર પરિષદ યોજાઈ..

પાટણ તા. 13
પાટણ રોટરેકટ કલબ ઓફ પાટણ દ્વારા સેવાકીય પ્રવૃત્તિના લાભાર્થે સતત ૧૫ માં વર્ષે શહેરના ભૈરવ મંદિર રોડ પર આવેલ પાંજરાપોળ મેદાન ખાતે રણકાર ૨૦૨૩ નવરાત્રી મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે. જે અનુ સંધાને મહોત્સવની રુપરેખાથી પત્રકારોને માહિતગાર કરવા શુક્રવારે પ્રેસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.પાટણ રોટરેકટ કલબ ઓફ પાટણ દ્વારા આયોજિત રણકાર ૨૦૨૩ અંગે પત્રકારોને માહિતી આપતા કલબ ના પ્રમુખે જણાવ્યું હતું કે, ખેલૈયાઓ માટે વિશેષ સુવિધાઓથી મેદાનને સજજ કરવામાં આવ્યુ છે. તેમજ મહિલાઓ અને યુવતીઓની સુરક્ષાના ભાગરુપે સમગ્ર મેદાનમાં સીસીટીવી કેમેરા તેમજ ફાયર સેફટીની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ ખેલૈયાઓના આરોગ્યની સલામતીને ધ્યાનમાં રાખી એમ્બ્યુલન્સવાન સહિત ૩ તજજ્ઞ ડોકટરોની ટીમો સતત કાર્યરત રહેશે.આ ઉપરાંત સીકયુરીગાર્ડની પણ સુરક્ષા કરવામાં આવશે સાથે સાથે વાહનોના ટ્રાફીકની સમસ્યાને ધ્યાને રાખી વાહન પાર્કિંગ માટે અલાયદી વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.ખેલૈયાઓના ઉત્સાહને વધારવા માટે રોજબરોજના પ્રોત્સાહીત ઈનામો રાખવામાં આવશે.પ્રેસ બેઠકમાં સંસ્થાના મંત્રી ઉત્કર્ષ પટેલ, ધ્રુવ પટેલ, આશીષ પટેલ, સહિત કલબના અન્ય મેમ્બરો તેમજ પત્રકાર મિત્રો ઉપસ્થિત રહયા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં તાજીયા જૂલુસના માર્ગ પરના ખાડાઓનુ પુરાણ કરી સફાઇ કરવા પાલિકા તંત્ર ને રજૂઆત..

પાટણ તા. 27 પાટણ શહેરમાં આગામી દિવસોમાં મુસ્લિમ ધર્મના...

પાટણમાં જગન્નાથ ભગવાન નું યજમાન પરિવાર દ્રારા ભવ્યાતિભવ્ય મામેરૂ ભરાશે..

પાટણમાં જગન્નાથ ભગવાન નું યજમાન પરિવાર દ્રારા ભવ્યાતિભવ્ય મામેરૂ ભરાશે.. ~ #369News #JAGANNATH

પાટણ સિધ્ધપુર હારીજ અને સરસ્વતી તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી…

નિચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા..વાવણી...

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી કે.સી.પટેલ…

પાટણ તા. ૧૭ગુજરાત રાજ્યના ઉદ્યોગશ્રમ રોજગાર મંત્રી અને સિદ્ધપુરના...