મહિલાના એડવોકેટ પતિએ આ મામલે પાટણ ફૂડ વિભાગના અધિકારીને અવગત કરી હોટલ સંચાલક સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી..
પાટણ તા. 13
પાટણ શહેરના ચાણસ્મા હાઇવે રોડ પર આવેલી હોટલ ગ્રાન્ડ પીયાનોમાં તાજેતરમાં જમવા બેઠેલ મહિલાની થાળી મા પિરસવામાં આવેલ શબ્જી માથી મૃત વંદો મળી આવતાં અને તેની કબુલાત હોટલ મેનેજરે સ્વિકારી મહિલા ગ્રાહક અને તેમના એડવોકેટ પતિ સમક્ષ દિલગીરી વ્યક્ત કરી હોવાની ઘટના બની હોવાનું જાણવા મળ્યું છે.
આ સમગ્ર ઘટનાની મળતી માહિતી મુજબ પાટણ ચાણસ્મા હાઈવે રોડ પર આવેલી ધ ગ્રાન્ડ પિયાનો હોટલમાં તાજેતરમાં રાધનપુર ખાતે રહેતાં એડવોકેટ ઉતમભાઈ જીવરાણી પોતાની પત્ની સાથે જમવા ગયેલ હતા અને તેઓએ શબ્જી અને રોટલી નો ઓડૅર આપ્યો હતો.
ત્યારે હોટલના વેઈટર દ્રારા તેઓને પીરસવામાં આવેલ આ શબ્જી રોટલી આરોગી રહેલા એડવોકેટ ના પત્ની ની પ્લેટ મા પિરસવામાં આવેલ શબ્જી મા મૃત વંદો જોવા મળતા તેઓ ચૌકી ઉઠયા હતા અને આ બાબતે તેઓએ પોતાના એડવોકેટ પતિ નું ધ્યાન દોરતા તેઓ પણ આવી સ્ટાન્ડર્ડ હોટલની શબ્જી માથી નિકળેલા મૃત વંદા ને જોઈ સ્તબ્ધ બની ગયા હતા અને આ બાબતે તેઓએ હોટલના મેનેજર ને બોલાવી આ બાબતે અવગત કરતાં મેનેજરે પણ હોટલ દ્રારા પિરસવામાં આવેલ શબ્જી મા વંદો હોવાની કબુલાત કરી એડવોકેટ અને તેમના પત્ની સમક્ષ હોટલ ના વેઈટરની બેદરકારી જવાબદાર હોવાનું જણાવી રાત્રે શબ્જી માટે તૈયાર કરેલ ગ્રેવી મા વંદો પડયો હોવાનું અનુમાન વ્યક્ત કરી એડવોકેટ અને તેમના પત્ની સમક્ષ દિલગીરી વ્યકત કરી હતી.
રાધનપુર ના એડવોકેટ ઉતમભાઈ જીવરાણીએ પાટણની ફેમસ એવી હોટલ ધ ગ્રાન્ડ પિયાનો મા બનેલી આ ગંભીર પ્રકારની ભૂલને લઈ અહીં જમવા આવતા ગ્રાહકો ના આરોગ્ય સામે હોટલ મેનેજમેન્ટ દ્રારા દાખવવામાં આવતી બેદરકારી બાબતે પોતાનો રોષ વ્યક્ત કરી તેમના પાટણ ખાતે ના પરિચિત ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મિડિયાના મિત્રો ને હોટલ ખાતે બોલાવી સધળી હકીકત જણાવી પાટણ ફુડ વિભાગના અધિકારીને પણ આ મામલે સધળી હકીકત ટેલિફોનીક વાતચીત દરમિયાન જણાવી પોતે હોટલમાં ઉતારેલ વિડિઓ પણ વોટસએપ દ્રારા અધિકારીને મોકલી આપી યોગ્ય કાર્યવાહી કરવા જણાવતાં ફુડ અધિકારીએ આ મામલે બે દિવસમાં તપાસ કરી હોટલ સંચાલકો સામે યોગ્ય કાયૅવાહી કરવાની હૈયાધારણા આપી હોવાનું એડવોકેટ ઉતમભાઈ જીવરાણીએ ટેલિફોનીક વાતચીત મા જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી