fbpx

વડોદરા શહેરના સાયબર પો.સ્ટે.ના ગુનામાં નાસતા ફરતા આરોપીને પાટણથી ઝડપી લેતી એસઓજી ટીમ..

Date:

પાટણ તા. ૨૪
પાટણ એસઓજીની ટીમે બાતમી ના આધારે વડોદરા સાયબર પોલીસ સ્ટેશનના વિવિધ ગુનામાં સંકળાયેલા અને નાસતા ફરતા આરોપીને પાટણ માથી ઝડપી આગળ ની કાયૅવાહી માટે બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોપવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે મળતી હકીકત મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ની નાસતા ફરતા આરોપીઓ શોધી કાઢવા કરેલ સુચના આધારે આર.એમ.પરમાર ઇન્ચાર્જ પો.ઇન્સ. એસ.ઓ.જી. શાખા પાટણ ના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ની ટીમ પાટણ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા

દરમ્યાન બાતમી હકિકત મળેલ કે, વડોદરા શહેર સાયબર પો.સ્ટેના વિવિધ ગુનામાં સંડોવાયેલ અને પોલીસ પકડથી ભાગતો ફરતો આરોપી ગોવિંદજી રમેશજી છનાજી ઠાકોર રહે-છાબલીયા તા-વડનગર જી-મહેસાણા વાળો પાટણ નવીન બસ સ્ટેશન નજીક હાલમા આવેલ હોવાની હકિકત મળતા ટીમે હકિકત વાળી જગ્યાએ તપાસ કરતા આરોપી મળી આવતા આરોપીને સી.આર.પી.સી કલમ-૪૧-૧(1) મુજબ અટક કરી આગળની ઘટીત કાર્યવાહી કરવા પાટણ બી.ડી.વી પો.સ્ટે સુપ્રત કરવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના જગદીશ મંદિર પરિસર ખાતે ભગવાનના પ્રાગટ્ય દિને કેળા સહિતના ફ્રુટનો મનોરથ સજાવ્યો

ભગવાન જગન્નાથજી ના પ્રાગટ્ય દિન નિમિત્તે સજાવેલ મનોરથ ના...

વિશ્વ સાયકલ યાત્રા કરી પરત ફરી રહેલા પાટણ ના મૌલિક પટેલનું સ્વાગત કરાશે…

પાટણ તા.૧૧અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ના સમગ્ર ભારતના...