fbpx

પાટણ- ડીસા હાઈવે માગૅ પરના કોમ્પ્લેક્સ ની બે દુકાનોને તસ્કરો એ નિશાન બનાવી..

Date:

રોકડ રકમ સહિત ના મુદામાલ ની ચોરી કરી ફરાર થયેલ અજાણ્યા ચોર ઈસમોને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કયૉ..

પાટણ તા. 25 શિયાળાની શરૂઆત થતા ની સાથે પાટણ શહેરમાં ચોરીના બનાવો પ્રકાશમાં આવ્યા છે.ત્યારે થોડા દિવસ અગાઉ પાટણ શહેરની કેટલીક સોસાયટીઓમાં ચડ્ડીગેંગે આતંક મચાવ્યો હતો.ત્યારે પાટણ ડીસા હાઈવે માર્ગ ઉપર આવેલા સદભાવ હોસ્પિટલની સામે આવેલ બે દુકાનોના તાળા તૂટવાની ઘટના બનવા પામતા પોલીસના રાત્રી પેટ્રોલિંગના દાવા સામે પણ સવાલ ઊભા થયા છે.

પાટણ ડીસા હાઇવે માર્ગ ઉપર સદભાવ હોસ્પિટલ ની સામે આવેલ મેશ્વા ઓટો પાર્ટ્સ એન્ડ એસેસરીઝની દુકાનમાંથી સાત થી આઠ હજાર રૂપિયાની રોકડ અને કેટલોક માલ સામાનની ચોરી થઇ હોવાનું દુકાન માલિક પ્રકાશભાઈ સુથારે જણાવ્યું હતું.તો બાજુમાં આવેલ મારુ પાટણ નામના પાર્લર માંથી પણ ₹6,000 ના બે રાઉટર 7800 ની રોકડ અને બીડી સિગારેટના કેટલાક પેકેટની ચોરી થવા પામી હોવાનું દુકાનના માલિક સંદિપ દરજીએ જણાવ્યું હતું. સવારે જ્યારે દુકાન માલિક દુકાને આવ્યો ત્યારે દુકાનનું શટર તૂટેલી હાલતમાં હતું અંદર આવીને જોયું તો ગલ્લામાં રાખેલ રૂ 7800 અને 6 હજારના બે રાઉટર અને બીડી સિગારેટ સહિત કેટલોક મુદ્દામાલ ચોરાયો હોવાનું જણાવ્યું હતું. ઘટનાની જાણ પાટણ બી ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસે તપાસ ના ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

“જય રણછોડ માખણ ચોર” ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી એ જગન્નાથ મંદિર ના દર્શન કરી ધન્યતા અનુભવી…

જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીગણ સહિત જગન્નાથ ભક્તો દ્વારા ભરતસિંહ...

યુનિ.દ્રારા લેવામાં આવનાર ડેન્ટલની પરીક્ષાની તારીખ લંબાવાઈ..

તા. 6 ઓગસ્ટના બદલે હવે તા. 21 ઓગસ્ટથી પરિક્ષા...