fbpx

યુનિવર્સિટીની કબડ્ડીની ટીમ ઇન્દોર ખાતે રમાનારી વેસ્ટ ઝોન ઇન્ટર યુનિ. સ્પર્ધામાં ભાગ લેશે..

Date:

ઇન્ટર કોલેજ સ્પર્ધાઓમાં પસંદગી પામેલા ખેલાડીઓના પ્રશિક્ષણ કેમ્પનો પ્રારંભ કરાયો..

પાટણ તા. 27
હેમચંદ્રાચાર્ય ઉ ગુ યુનિ.પાટણ ની કબડ્ડી ટીમ જે ઈન્દોર ખાતે યોજાનારી વેસ્ટ ઝોન ટુર્નામેન્ટ્સ માટે પસંદગી પામી છે .તે કબડ્ડી ટીમ ના ખેલાડીઓ ને તાલીમ અને માર્ગદર્શન થી સજ્જ કરવા માટે યુનિ ખાતે પ્રશિક્ષણ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ કેમ્પ પૂર્ણ થયા પછી 4 નવેમ્બર ના રોજ યુનિવર્સિટી ની કબડ્ડી ટીમ ઈન્દોર ભાગ લેવા માટે પ્રસ્થાન કરશે તેવું યુનિવર્સિટી ના સ્પોર્ટ્સ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.

યુનિવર્સિટી દ્વારા યોજવામાં આવેલ આંતર કોલેજ કબડ્ડી સ્પર્ધા માં વિજય થયેલ ટીમ માંથી પસંદગી પામેલા ખેલાડીઓ આગામી સમય માં ઇન્ટર કૉલેજ યુનિવર્સિટી ગેમ્સ માં ભાગ લેવા માટે જવાના હોય આ શ્રેષ્ઠ ખેલાડી ઓને યોગ્ય તાલીમ અને પ્રશિક્ષણ મળે તે માટે યુનિવર્સિટી દ્વારા સ્પેશિયલ તાલીમ કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે . તા.25 ઓકટોબર થી 3 નવેમ્બર સુધી આ પ્રશિક્ષણ તાલીમ કેમ્પ ચાલનાર છે.

જેમાં યુનિ.ના કોચ તેમજ ડિસ્ટ્રિકટ સ્પોર્ટ્સ ડેવલોપમેન્ટ ઓફિસર સહિતના રમત ગમત તજજ્ઞો દ્વારા ખેલાડી ઓને કબડ્ડી સ્પર્ધામાં જરૂરી માર્ગદર્શન, ટેકિનક સહિત ટીમ ને વિજય બનવવા માટે જરરી તાલીમ અને સમજ આપવામાં આવશે.

આ પ્રશિક્ષણ કેમ્પ 3 જી નવેમ્બર ન રોજ પૂરો થશે અને 4 નવેમ્બર ના રોજ ઈન્દોર ખાતે યોજાનારી વૅસ્ટ ઝોન કબડી ટુર્નામેન્ટ માં ટીમ ભાગ લેવા માટે રવાના થશે. તા. 4 થી 8 નવેમ્બર સુધી આ ટુર્નામેન્ટ ચાલનાર હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પોસ્ટલ વિભાગ દ્વારા ફીલાટેલી દિવસ ની ઉજવણી અંતગૅત એક દિવસીય વકૅશોપ યોજાયો..

પોસ્ટલ વિભાગ ની વિવિધ ટીકીટો ના પ્રદર્શનને વિદ્યાર્થીઓએ નિહાળી...

પાટણના નોરતા ધામના પ. પુ. સંતશ્રી દોલતરામ બાપુ આશ્રમ ખાતે 49 મો રામ જન્મોત્સવ ઉજવાશે.

પ.પુ.દોલતરામ બાપુ અને પ.પુ.વિશ્વભારતજી દ્રારા ઉત્સવમાં સહભાગી થનાર ભાવિક...

પાટણમાં ઇ-બાઇકનાં મલ્ટીલેવલ માર્કેટીંગનાં વ્યવસાય બાબતે રૂ.2.82 લાખ ન આપી ઠગાઇનો આક્ષેપ

સ્ટેમ્પ પેપર પર એગ્રીમેન્ટ કરીને માસ્ટર પાર્ટનર તરીકે લખાણ...

પાટણની જય ભીમ ફાઉન્ડેશનની બહેનોએ બનાસકાંઠા એસ.પી. અક્ષયરાજ મકવાણાને રાખડી બાંધીને રક્ષા બંધન પર્વ ઉજવ્યું..

પાટણ,તા.૧૯જયભીમ ફાઉન્ડેશન, પાટણના જિલ્લા પ્રમુખ શ્રીમતી ગીતાબેન ધીરજભાઈ સોલંકીની...