google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

સીધાડા નેશનલ હાઈવે પરથી સુકા ઘાસના પૂળા ભરી ને પસાર થતી આઈસર ટ્રક માં આગ ભભૂકી ઉઠતા અફડા તફડી મચી..

Date:

સદનસીબે આઈસર ચાલકનો બચાવ થતાં લોકો એ રાહત અનુભવી..

પાટણ તા. 30
સીધાડા ગામ નજીક નેશનલ હાઇવે પરથી પૂડા ભરેલી આઈસર ટ્રક પસાર થઈ રહી હતી ત્યારે ઈલેક્ટ્રીક વાયર ના કારણે પુડા ભરેલી આઈસર ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા અફડાતફડી નો માહોલ સર્જાયો હતો જોકે ચાલકની સમય સુચકતા થી તેનો આબાદ બચાવ થતાં લોકો એ રાહત અનુભવી હતી.આ બાબતે મળતી હકીકત મુજબ સોમવારની સાજે સીંધાડા ગામેથી સૂકો ઘાસચારો ભરીને કચ્છ તરફ જઈ રહેલ આઈસર ટ્રકને ઈલેક્ટ્રી વાયર અડકી જતાં આઈસરમાં આગ ભભૂકી ઉઠી હતી.

ઘાસના પુળા ભરેલ આઈસરમાં આગ લાગવાની ધટનાને પગલે અફડાતફડી મચી જવા પામી હતી.તો સદનસીબે ડ્રાઇવરની સમસૂચકતા ના કારણે તેનો આબાદ બચાવ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો . સૂકા ઘાસના પુળા ભરેલ આઇસર ટ્રકમાં આગ લાગતા આઈસર ટ્રક બળીને રાખ થઇ ગઈ હતી. તો બનાવની જાણ ફાઈર વિભાગ ને કરાતા તેઓએ ધટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હોવાનું જાણવા મળ્યું છે. બનાવની પોલીસ મથકે ફરિયાદ નોધાઈ હોવાનું જાણી શકાયું નથી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાણસ્મા ખાતે જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહ માટે પૂર્વ તૈયારીઓને આખરી ઓપ અપાયો..

ચાણસ્મા ખાતે જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહ માટે પૂર્વ તૈયારીઓને આખરી ઓપ અપાયો.. ~ #369News

સિધ્ધપુર ના ગાગલાસણ નજીક થી મોટી માત્રામાં વિદેશી દારૂ-બિયર નો જથથો ઝડપતી ભુજ સાયબર સેલ ટીમ..

સિધ્ધપુર ના ગાગલાસણ નજીક થી મોટી માત્રામાં વિદેશી દારૂ-બિયર નો જથથો ઝડપતી ભુજ સાયબર સેલ ટીમ.. ~ #369News