પાટણ તા.31
દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની મંગળવારના રોજ 148 મી જન્મ જયંતી નિમિત્તે ભારત સરકાર દ્વારા તેને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે સરદાર પટેલની જ્ન્મ જયંતી નિમિત્તે સમગ્ર દેશભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
પાટણના બગવાડા દરવાજા સ્થિત સરદાર પટેલની પ્રતિમાને વિવિધ સામાજિક સંગઠનો અને રાજકીય પક્ષ દ્વારા માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પાટણ જિલ્લા ભાજપ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરાયું હતું. તેમજ સરદાર પટેલ અમર રહોના નારા લગાવવામાં આવ્યા હતા.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા.
તો પાટણ કોંગ્રેસ સમિતિ દ્વારા પણ સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવ્યું હતું. સરદાર યુથ ફાઉન્ડેશન દ્વારા શહેર ના ત્રણ દરવાજા ખાતે થી રેલી યોજી બગવાડા ખાતે સ્થાપિત સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરી સરદાર પટેલ અમર રહોના નારા લગાવ્યા હતા. ભારત વિકાસ પરિષદ સહિત આપ પાર્ટી દ્વારા સરદાર પટેલની પ્રતિમાને માલ્યાર્પણ કરાયું હતું.ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા,પાટણ નગરપાલિકા કર્મચારીઓ દ્વારા પણ સરદાર પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.પાટણ તાલુકાના રાજપુર ગામે સ્થાપિત સરદાર પટેલની પ્રતિમાને રાજપુર ના ગ્રામજનો દ્વારા પણ માલ્યાર્પણ કરાયું હતું.
અહેવાલ યશપાલ સ્વામી