google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

રોજિંદા જીવનમાં આયુર્વેદ ને સ્થાન આપવું જોઈએ : જિલ્લા પંચાયત પ્રમુખ..

Date:

પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું..

પાટણ તા. 2
“રાષ્ટ્રીય આયુર્વેદ દિવસ – ૨૦૨૩” અને “આયુર્વેદ ફોર વન હેલ્થ” તેમજ “હર દિન હર કીસી કે લિયે આયુર્વેદ” થીમ અંતર્ગત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નિયામક આયુષની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા વિકાસ અધિકારી ના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત પાટણ, સરકારી આયુર્વેદ હોસ્પિટલ પાટણ તેમજ સિદ્ધપુર અને સરકારી હોમયોપથી કોલેજ દેથળી ના સંયુક્ત ઉપક્રમે સિવિલ હોસ્પિટલ કેમ્પસ પાટણ ખાતે જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ શ્રીમતી હેતલબેન ઠાકોર ના અધ્યક્ષ સ્થાને આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે રાધનપુર ના ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયન, જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી, પાટણ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હિરલબેન પરમાર, પાટણ જિલ્લાના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. દિવ્યેશ પટેલ, પાટણ જિલ્લાના મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડો. પ્રીતિબેન સોની, પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી ગૌરીબેન સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આયુષ મેળાના ઉદ્ઘાટન સમારોહમાં અતિથિઓનું સ્વાગત જિલ્લા આયુર્વેદ અધિકારી વૈદ્ય રીનાબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આયુષની કામગીરી વિશેની માહિતી સરકારી આયુર્વેદ હોસ્પિટલ પાટણના વૈદ્ય પંચકર્મ વૈદ્ય ભાર્ગવભાઈ ઠક્કર દ્વારા આપવામાં આવી હતી. જિલ્લા કલેકટર અરવિંદ વિજયન તથા જિલ્લા વિકાસ અધિકારી ડી. એમ. ધારાસભ્ય લવિંગજી ઠાકોર, પાલિકા પ્રમુખ હિરલબેન પરમારે લોકોને આયુષ ચિકિત્સા અપનાવવા આહવાન કર્યું હતું.જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ શ્રીમતી હેતલબેન ઠાકોર એ આયુષ મેળાના ઉદઘાટન સમારોહમાં રોજિંદા જીવનમાં આયુર્વેદને વણી લેવા માટે જણાવ્યું હતું.

કાર્યક્રમના અંતે વૈદ્ય હિમાંશુ પિંડારીયા દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સરકારી આયુર્વેદ હોસ્પિટલ સિદ્ધપુરના વૈદ્ય પંચકર્મ વૈદ્ય જીગ્નેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા આયુષ મેળાના નોડલ ઓફિસર વૈદ્ય ભાર્ગવભાઈ ઠક્કર તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી તેમજ આયુર્વેદ અને હોમિયો પેથિક મેડિકલ ઓફિસરો સ્ટાફ મિત્રો દ્વારા ખૂબ જહેમત ઉઠાવી હતી.આયુષ મેળામાં આયુષ હેલ્થ એન્ડ વેલનેશ સેન્ટરના યોગ ટ્રેનરો દ્વારા યોગાસનોનું નિદર્શન કરવામાં આવ્યું.

આયુર્વેદ અને હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પ, અગ્નિકર્મ ચિકિત્સા તેમજ દિનચર્યા, ઋતુચર્યા, પંચકર્મ ચિકિત્સા, રસોડાના ઔષધો, આસપાસની વનસ્પતિના ઔષધો, યોગ નિદર્શન, હોમીઓપેથીક ચિકિત્સા પરિચય વગેરે વિષયો પર ચાર્ટ પ્રદર્શન ઉપરાંત આયુષ મેળામાં હર્બલ ટી નું વિતરણ તેમજ ઋતુજન્ય રોગોથી બચવા માટે આયુર્વેદના ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિવિધ ઔષધિય રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. આયુષ મેળાના ઉદ્ઘાટન સમારોહ બાદ સર્વે મહાનુભાવો દ્વારા તમામ પ્રદર્શનની મુલાકાત લેવામાં આવી. આ આયુષ મેળાનો પાટણ શહેર તથા આસપાસની જનતાએ બહોળા પ્રમાણમાં લાભ લીધો હતો.સ્વસ્થ વ્યક્તિ સ્વસ્થ રહે તેવા પ્રધાનમંત્રીના વેલનેસ વિઝન ને સફળ કરવા આ પ્રકારના આયુષ મેળાઓનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું આયોજકોએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા અને સરસ્વતી તાલુકા ભાજપ દ્રારા વિવિધ કાર્યક્રમો ઉજવાયા..

પાટણ તા. 28 પાટણ જિલ્લા ભાજપ અને સરસ્વતી તાલુકા...

કુણધેર ગામની સીમ માંથી દેશી બનાવટની બંદુક સાથે એક ઇસમને ઝડપી લેતી એસ.ઓ.જી ટીમ…

પાટણ તા. ૮પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓએ...