પાટણ તા. 2
હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનિવર્સિટીમાં NSS કો-ઓર્ડીનેટર ની ભરતી માટે પસંદગી પામેલા દસ ઉમેદવારોના એક્સપર્ટ કમિટી દ્વારા ગુરૂવારે ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યા હતા.યુનિવર્સિટીમાં NSS કો-ઓર્ડીનેટરની જગ્યાની ભરતી માટે યોજાયેલ પરીક્ષામાં સૌથી વધુ ગુણ મેળવનાર ટોપ ટેન ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવ્યા હતા. ગુરુવારે હોસ્પિટલ મેનેજમેન્ટ ખાતે ઇન્ટરવ્યૂ યોજાયા હતા જેમાં તમામ 10 ઉમેદવારો હાજર રહ્યા હતા.યુનિવર્સિટી દ્વારા બોલાવવામા આવેલ સ્પેશયલ એક્સપર્ટ કમિટી દ્વારા હાજર રહેલા ઉમેદવારોના ઍક બાદ ઍક ઇન્ટરવ્યૂ માટે બોલાવી પ્રશ્નોત્તરી કરી તેમના જ્ઞાનની ચકાસણી કરવામાં આવી હતી.
એક્સપર્ટ કમિટી દ્વારા તમામ ઉમેદવારોના ઇન્ટરવ્યૂ બાદ પાત્રતા ધરાવતા એક ઉમેદવારનું સિલેક્શન કરી તેમનું નામ બંધ કવરમાં કાયૅકારી કુલપતિને સુપ્રત કરવામાં આવ્યું હતું જે આગામી સમયમાં બંધ કવર ખોલી નિમણૂક પ્રક્રિયા કરાશે તેવું યુનિવર્સિટી ના સૂત્રોએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી