fbpx

પાટણ ધારપુર હોસ્પિટલ ની સામે ના કોમ્પલેક્ષમાં પ. પૂ. દોલતરામ બાપુના હસ્તે ઠંડા પાણી અને છાશના સેવા કેમ્પનો પ્રારંભ કરાયો..

Date:

પાટણ તા. ૨૨
ધર્મની નગરી પાટણ પંથકમાં અનેક સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થાઓ દ્વારા વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરી સેવાની સુવાસને ચોમેર ફેલાવી રહ્યા છે. ત્યારે આ ઉનાળાની બળબળતી ગરબીમાં રાહદારીઓ, વાહનચાલકો, હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ અને તેમના સગાસંબંધી સહિત વિસ્તારના વેપારીઓ સાથે ધારપુરના ગ્રામજનોને ઠંડા પાણી અને છાસ ની નિશુલ્ક સેવા મળી રહે તેવા શુભ ઉદેશ થી બુધવાર ના રોજ ધારપુર હોસ્પિટલ સામે નોરતા આશ્રમ પરિવાર ના સહકારથી પ. પૂ. દોલતરામ બાપુના વરદ હસ્તે અને તેઓના આશીર્વાદ સાથે સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

ઠંડા પાણી અને છાશના સેવા કેન્દ્રનો પ્રારંભ કરાવતા પરમ પૂજ્ય દોલતરામ બાપુએ પોતાના આશીર્વાદ પાઠવતા જણાવ્યું હતું કે આ વિસ્તારમાં આવા સેવા કાર્ય થકી આ સેવાનો લાભ લેનારા તમામના જીવન માંથી દુર્ગુણો નાશ પામી અંધશ્રદ્ધા માંથી મુક્ત બની સેવાની ભાવના સાથે તેઓ પરિવાર અને રાષ્ટ્ર નું કલ્યાણ કરશે.

તેઓએ ઉનાળાની આ બળબળતી ગરમીમાં ધારપુર હોસ્પિટલ સામે શરૂ કરાયેલી ઠંડા પાણી અને છાશની સેવા ના કેમ્પની સરાહના કરી કેમ્પનું આયોજન કરનારા આયોજકો અને દાતા પરિવારો ને અંતરથી આશીર્વાદ પાઠવ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રી પારેવિયા વીર દાદાના સાનિધ્યમાં જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર યોજાઈ…

પાટણ તા. ૨૩પાટણ જિલ્લાની જિલ્લા કક્ષાની પશુપાલન શિબિરનું આયોજન...

જૈનોની નગરી પાટણ માં મહાવીર સ્વામી ભગવાનના 2420 માં જન્મ કલ્યાણ ની ભક્તિ સભરમાં માહોલ માં ઉજવણી કરાય..

જૈનોની નગરી પાટણ માં મહાવીર સ્વામી ભગવાનના 2420 માં જન્મ કલ્યાણ ની ભક્તિ સભરમાં માહોલ માં ઉજવણી કરાય.. ~ #369News

રમતગમત સંકુલ, પાટણ મુકામે જિલ્લા ક્રીડા ભારતી ની બેઠક મળી..

ક્રિડા ભારતી દ્વારા પાટણ જિલ્લાના તમામ તાલુકામાં ક્રિડા કેન્દ્રો...

પાટણ યુનિવર્સિટી ની વિદ્યાર્થીની ભાર્ગવી ભગોરા એશિયા કપ તિરંદાજીમા ગુજરાતનાં પ્રતિનિધિત્વ માટે પસંદગી પામી…

યુનિવર્સિટી સહિત સમગ્ર ગુજરાતને ગૌરવ અપાવનાર ભાર્ગવી ભગોરાને યુનિવર્સિટીના...