fbpx

દિપાવલી નું વેકેશન પૂણૅ થતાં યુનિ.નુ વહીવટી ભવન અને કેમ્પસ પુનઃધમતમતું થયું…

Date:

પાટણ તા.૨૦
પાટણના હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દર વષૅ કરતાં ચાલુ વર્ષે દિપાવલી વેકેશન આઠ દિવસના બદલે દસ દિવસ નું આપવામાં આવ્યુ હતું.રવિવારે દિવાળી નું દસ દિવસ નું વેકેશન પૂર્ણ થતા સોમવાર થી રાબેતા યુનિવર્સિટી નું વહીવટી ભવન અને કેમ્પસ ધમધમી ઉઠયું હતું.દિવાળી વેકેશન બાદ પુનઃ યુનિવર્સિટી વહીવટી ભવન ની કામગીરી શરૂ થતાં ફરજ પરના અધિકારીઓ અને કમૅચારીઓએ એક બીજાને નવા વષૅના પ્રારંભ ની શુભેચ્છાઓ પાઠવી હતી તો કેમ્પસ માં દિવાળી વેકેશન બાદ આવતા વિધાર્થીઓ એ પણ એકબીજા ને નૂતન વષૅ ની શુભકામનાઓ સાથે નવા વષૅ ના રામ રામ કયૉ હતા.

ચાલુ સાલે દિપાવલી ના તહેવાર પૂર્વે પાટણ યુનિવર્સિટીના કર્મચારીઓને સળંગ દસ દિવસનુ મીની વેકેશનનો લાભ મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી જેને પગલે યુનિવર્સિટીના કા. કુલપતિ ડૉ.રોહિતભાઈ દેસાઈ દ્વારા કર્મચારીઓના હિતમાં આગામી ડિસેમ્બર માસના બીજા શનિવારે રજાનો દિવસ આપી દિવાળીના તહેવારો માં સળંગ દસની વહીવટી ભવનમાં જાહેર રજાઓ આપી હતી.

જે રજાઓ તા.૨૦ ઓક્ટો.ને સોમવાર પૂણૅ થતાં સોમવારથી રાબેતા મુજબ વહીવટી ભવનમાં કામગીરી શરૂ થતા વહીવટી ભવન અને કેમ્પસ વિદ્યાર્થીઓ અને કર્મચારીઓથી ધમધમતું બન્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની એન.જી.પટેલ પ્રાથમિક શાળાના છાત્રો એ ખેલ મહાકુંભમાં ૩૪ મેડલો મેળવી સિદ્ધિ પ્રાપ્ત કરી…

જિલ્લા કક્ષાએ વિજેતા બનેલ સ્પધૅકો રાજયકક્ષાની સ્પધૉ મા ભાગ...

પાટણમાં પાવૈયા પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ અને વાસ્તુ પૂજન કાર્યક્રમ યોજાયો..

પાટણમાં પાવૈયા પરિવાર દ્વારા નવચંડી યજ્ઞ અને વાસ્તુ પૂજન કાર્યક્રમ યોજાયો.. ~ #369News