રાવળ વિકાસ મંચ દ્રારા ડો. વ્યોમેશ ભાઈ શાહનો આભાર વ્યક્ત કર્યો..
પાટણ તા. ૨૧
પાટણ શહેરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી રાવળ વિકાસ મંચ દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ સમાજના જરૂરિયાત મંદ વર્ગ માટે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.
જે સમૂહ લગ્નમાં 22 જેટલા નવદંપતીઓ સમાજની સાક્ષીએ અને સમાજના રીત રિવાજ મુજબ પ્રભુતામાં પગરવ માડનાર છે.આ સમૂહ લગ્નનો મુખ્ય ઉદેશ સમાજ નુ સામાજિક અને શૈક્ષણિક સંકુલના નિમૉણ માટે આર્થિક સહયોગ મળે તે રહેલ હોવાનું આયોજકો એ જણાવ્યું હતું.
ત્યારે રાવળ વિકાસ મંચ ની આ સમાજલક્ષી પ્રવૃતિને બિરદાવવા અને સમૂહ લગ્નનું સુંદર આયોજન કરવા બદલ પાટણ અવનિ હોસ્પિટલના તબીબ ડો. વ્યોમેશભાઈ શાહ દ્વારા રૂ. ૨૧૦૦૦/- નું માતબર દાન રાવળ વિકાસ મંચના પ્રમુખ ડી.કે.રાવળ, મહામંત્રી પ્રવિણભાઈ રાવળ,ઉપપ્રમુખ પ્રહલાદભાઈ રાવળ, રમેશભાઈ રાવળ,રાવળ જિગ્નેશ ભાઈ સહિતના આગેવાનો ની ઉપસ્થિત મા અપૅણ કરી સમૂહ લગ્નની શુભેચ્છાઓ પાઠવી હતી.આ પ્રસંગે રાવળ વિકાસ મંચ દ્વારા ડો. વ્યોમેશભાઈ શાહ નો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી