શંખેશ્વર ના જનમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ નું જન કલ્યાણ મિશન સંસ્થા સાથે શૈક્ષણિક ટાઈઅપ કરાયું…
પાટણ તા. ૧૫
તાજેતરમાં વડોદરા ખાતે મળેલી જનકલ્યાણક મિશન સંસ્થા ની મહત્વની બેઠક મા પાટણ જિલ્લાના વઢીયાર પંથકની ઐતિહાસિક નગરી શંખેશ્વર ખાતે અનેકવિધ સેવાકીય, શૈક્ષણિક અને પંથકની જરૂરિયાત મંદ મહિલાઓને આત્મ નિભૅર બનાવવા ચલાવતા બ્યુટી પાલૅર કોષૅ, શિવણ વગૅ, કોમ્પ્યુટર કલાસીસ જેવી વિવિધ અને પ્રશંસનીય પ્રવૃત્તિ કરતી જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંસ્થા સાથે પંથકના યુવાનો ના વિકાસ ને વેગ આપવા ઇન્ફોર્મેશન ટેકનોલોજી ને લગતા કોર્સ માટેના ટાઇઅપ કરવામાં આવ્યા હોવાનું જનમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક કર્મવિરાંગના જીજ્ઞાબેન શેઠે જણાવ્યું હતું.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે તાજેતરમાં વડોદરા ખાતે યોજાયેલી જન કલ્યાણ મિશન સંસ્થાની મહત્વ ની બેઠક મા તેઓને ઉપસ્થિત રહેવાનો લાભ પ્રાપ્ત થતાં તેઓએ ગૌરવની લાગણી અનુભવી આ સંસ્થા સાથે બે દાયકાથી પોતાનો નાતો રહ્યો હોવાની સાથે સંસ્થાના જુના સંસ્મરણો સાથે સંસ્થાના ગૌરવવંતા કાયૅ ને વાગોળવાનો મોકો મળ્યો હોવાનું જણાવ્યું હતું.
જનકલ્યાણક સંસ્થાના આદરણીય,સન્માનીય પ્રમુખ જગદીશભાઈ મહાવરની ખાસ ઉપસ્થિતિ વચ્ચે મળેલી આ બેઠકમા કોર્પોરેટ જગતના દિગ્ગજો સાથે અનેક વ્યક્તિવિશેષ ની ઉપસ્થિત મા થયેલી સેવા કાયૅ ની વિવિધ ચર્ચા- વિચારણાઓ દ્રારા અનેક નવી બાબતો શીખવા – સમજવાં મળી હોવાનું જીજ્ઞાબેન શેઠે જણાવી આ બેઠક તેઓ માટે એક નવી ઉમ્મિદ સાથે ખુશીની એક નવી લહેર લઈને આવી હોવાનું જણાવી તેઓએ જણાવ્યું હતું કે. છેલ્લા વીસ વીસ વર્ષોથી જે સંસ્થા સાથે હું જોડાયેલી હતીએ જન કલ્યાણક મિશન સાથે કેટલાક શૈક્ષણિક કાર્યો વઢીયાર પંથકના વિકાસ માટે ટાઇઅપ કરવામાં માટે સંસ્થા એ હકારાત્મક અભિગમ અપનાવતા જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટની અત્યાર સુધીની સેવાની સુવાસને સફળતા મળી હોવાનું જણાવી સંસ્થાના પ્રમુખ જગદીશભાઈ મહાવર તેમજ તેમની સમગ્ર ટીમ સહિત ઉપસ્થિત સૌ મહાનુભાવો નો જિજ્ઞાબેન શેઠ દ્વારા આભાર પ્રગટ કરવામાં આવ્યો હતો.
આ યાદગાર અવસરે સરદાર પટેલ યુનિવર્સિટીનાં સી.ઈ.ઓ. તેમજ જાણીતી ફિલ્મ ‘ ઇકબાલ ‘ નાં વાજિદ ભાઈ સહિત ગુજરાતના એડવોકેટ રણજીતસિંહ અભેસિંહ રાઠોડ અને અન્ય વિશિષ્ટ વ્યક્તિઓની સાથે જીજ્ઞાબેન શેઠ ના જીવનના આદર્શ અને પ્રેરણાસ્ત્રોત કહી શકાય એવા સિક્કિમ મનીપાલ યુનિવર્સિટી-મલેશિયાનાં વાઇસ ચાન્સેલર ચિન્મય શાઉં કે જેમનું ઉર્જામય વ્યક્તિત્વ આ પ્રસંગની શોભા વધારવાની સાથે સાથે એક નવો જ સંકલ્પબળ પ્રદાન કરી ગયો હતો.
આ સાથે જ પાટણજિલ્લા ના રણકાંઠાનાં વઢીયાર પંથકની ઐતિહાસિક નગરી શંખેશ્વર ખાતે કાયૅરત જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સાથે ઉપરોક્ત સંસ્થા દ્વારા પંથકના અનેક યુવાનો માટે ટેકનોલોજી ક્ષેત્રે નવી તકો પ્રાપ્ત બને તે માટે ઇન્ફર્મેશન ટેકનોલોજી ને લગતાં તમામ કોર્સ,સાથે વિદ્યાર્થીઓ માટે સાયબર ક્રાઇમ ની ઓનલાઈન ટ્રેનિંગ અને મેડિકલ ટુરિઝમ જેવા વિવિધ વિષયો પર એક નવા પ્રકલ્પ,નવી આશા, નવી દિશા અને નવી ઉર્જા સાથે ટાઈઅપ કરવામાં આવતા જીજ્ઞાબેન શેઠ સહિત જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ શંખેશ્વર પરિવારે ખરા હૃદયથી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
અહેવાલ યશપાલ સ્વામી