પાટણ તા. ૨૧
પાટણ જિલ્લામાં અવાર નવાર માગૅ અકસ્માત ની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ફરી વધુ એક ઘટના ગતરોજ રાધનપુર-વારાહી હાઇવે પર બનવા પામી હોવાનું જાણવા મળ્યું છે જેમાં એક આધેડરાહદારીનું એસટી ની હડફેટે મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ અકસ્માત ની મળતી માહિતી પ્રમાણે રાધનપુર ના મોટી પીપળી ગામ નજીક ગત રાત્રીના 10 વાગ્યાની આજુબાજુના નાં અરસામાં મોટી પીપળી ગામ નજીક માગૅ ઓળંગી રહેલા આધેડ વયના રાહદારીને એસ ટી બસના ચાલકે અડફેટમાં લેતા તેનું ધટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
એસટી બસ ના ચાલકે આધેડ રાહદારી ને અડફેટે લીધો હોવાના સમાચાર મળતાં ની સાથે જ આજુબાજુ વિસ્તારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘટના ની જાણ લોકોએ 108 ને કરતાં 108 ધટના સ્થળે આવી મૃતદેહને પીએમ અર્થે રાધનપુર હોસ્પિટલ ખસેડાયો હતો.
રાધનપુર તાલુકાના મોટીપીપળી ગામ પાસે અકસ્માત ની ઘટનામાં મૃત્યુ પામેલ આધેડ ઝેકડા ગામના ચૌધરી કાનજીભાઈ હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના ને પગલે રાધનપુર પોલીસે આગળ ની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી