google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ એપીએમસી ખાતે ચેરમેન ના વરદ હસ્તે રાષ્ટ્ર ધ્વજ લહેરાવી 78 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી..

Date:

પાટણ તા. 15
78 માં સ્વાતંત્ર પર્વની પાટણ એપીએમસી ખાતે ચેરમેન સ્નેહલભાઈ પટેલ ના વરદ હસ્તે રાષ્ટ્રધ્વજ લહેરાવી દેશ દુલારા તિરંગાને સલામી આપવામાં આવી હતી. સ્વાતંત્ર પર્વની શુભેચ્છા પાઠવતા ચેરમેન સ્નેહલ ભાઈ પટેલે જણાવ્યું હતું કે પાટણ એપીએમસી દ્વારા સૌપ્રથમવાર એપીએમસી માં કામ કરતા મજૂરો, હમાલો, સિક્યુરિટી ગાર્ડ, સફાઈ કર્મચારીઓ તેમજ ખેત પેદાશો ના વેચાણ અર્થે આવતા ખેડૂતો નો રૂપિયા એક લાખનો અકસ્માત વીમો એપીએમસી દ્વારા ઉતારવામાં આવ્યો છે અને તેનું પ્રિમિયમ પણ એપીએમસી દ્વારા ભરી દેવામાં આવ્યું છે.

સાથે સાથે તેઓએ અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને તેના સહ અધ્યાય ટેકનિકલ કારણો સર અવકાશી સફરમાં ફસાયેલા હોય તેઓ હેમખેમ પૃથ્વી પર પરત ફરે તેવી દરેક ને કામના વ્યક્ત કરવા અપીલ કરી હતી. તેઓએ એપીએમસીને સુંદર રાખવા તમામે સહિયારા પ્રયાસો થકી સહયોગ આપવા જણાવ્યું હતું.

તો વડાપ્રધાનના પર્યાવરણ પ્રત્યેના પ્રેમને ધ્યાનમાં રાખી દરેકે નડતરરૂપ ન બને તે રીતે એક વૃક્ષ મા કે નામ વાવી ને તેના જતન માટે સંકલ્પબદ્ધ બનવા જણાવી 78 મા સ્વાતંત્ર પર્વ ની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. પાટણ એપીએમસી ખાતે આયોજિત કરાયેલા 78 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી પ્રસંગે એ પી એમ સી ના ચેરમેન સ્નેહલભાઈ પટેલ, વાઇસ ચેરમેન જયંતીભાઈ પટેલ, સેક્રેટરી ઉમેદભાઈ ચૌધરી સહિત ડિરેક્ટરો, કર્મચારીઓ, વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દેશ દુલારા તિરંગાને સલામી આપી 78 માં સ્વાતંત્ર પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણમાં મને જાણો કાર્યક્રમ અંતર્ગત પૃથ્વીરાજ ચૌહાણ નાં ઇતિહાસ વિશે વક્તવ્ય યોજાયું..

પાટણ તા. ૫પાટણની ઐતિહાસિક ૧૩૪ વર્ષથી સતત કાર્યરત શ્રીમંત...

પાટણ લાયન્સ કલબના સેવા પ્રોજેક્ટ અંતર્ગત સબ જેલના કેદીઓને 150 નંગ ધાબળા અપૅણ કરાયા..

પાટણ લાયન્સ કલબના સેવા પ્રોજેક્ટ અંતર્ગત સબ જેલના કેદીઓને 150 નંગ ધાબળા અપૅણ કરાયા.. ~# 369News

ચાણસ્મા ના સરસાવ અને વસઈપુરા ત્રણ મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા..

સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની તસ્કરી મામલે પોલીસે...