મિલકત ધારકોને પાણી અને ભૂગર્ભના વેરામાં નોટીસ ફીના 20℅ વધારા ના ભરવા પડયા…
પાટણ તા.3
પાટણ નગરપાલિકામાં એડવાન્સ વેરો ભરવાની રવિવારે અવધિ પુણૅ થયાં બાદ છેલ્લા ત્રણ દિવસ મા બાકી રહી ગયેલા મિલકત વેરા ધારકોએ પાણી અને ભૂગર્ભના વેરામાં નોટીસ ફ્રી ના 20 ટકા વધારા ના ભરપાઈ સાથે કુલ રૂ. 10.8 લાખની રકમ ભરપાઈ કરી હોવાનું વેરા શાખા અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું.
પાટણ નગરપાલિકા દ્વારા શહેરીજનોના વષૅ 2024-25 ના એડવાન્સ વેરા વસૂલાત ની કામગીરી એપ્રિલ મે અને જૂન ત્રણ માસ ચાલી હતી.
જેમાં જૂન માસમાં છેલ્લી તારીખ 30/06/2024 ના રોજ રવિવાર હોવાથી વેરા વસૂલવાની કામગીરી સવારે 9:00 થી 01 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવતાં વેરા શાખામાં રૂ.11 લાખની આવક થવા પામી હતી.
તો સોમવાર થી વેરો ભરપાઈ કરનાર મિલકત ધારકો પાસેથી પાણી અને ભૂગર્ભ ગટરના વેરા ઉપર 20 ટકા નોટિસ ફીનો ચાર્જ લેવામાં આવ્યો હોય ત્રણ દિવસમાં કુલ રૂ. 10.8 લાખની રકમ વેરા પેટે પ્રાપ્ત થઈ હોવાનું વેરા શાખા અધિકારીએ જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી