fbpx

ચોરી ના મોટર સાયકલ સાથે એક ઇસમને પકડી પાડતી પાટણ સીટી બી.ડીવીઝન પોલીસ…

Date:

પાટણ તા. ૨૩
પાટણ પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓની જીલ્લામાં બાઇક ચોરીના બનતા બનાવો અટકાવવા સારૂ કરેલ સૂચના અનુસાર ના.પો.અધિ.કે.કે.પંડ્યા સિધ્ધપુરના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેકટર આર.એમ.વસાવાની સુચના અને માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તાર માં મિલકત્ત સંબધી ગુન્હા લગતની કાયૅવાહી કરવા માટે ખાનગી વાહન દ્રારા પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પાટણ નવા બસ સ્ટેશનની પાછળના ભાગે આવતાં એક ઇસમ હિરો કપંનીનુ મો.સા. લઇને શંકાસ્પદ હાલતમાં મળી આવતા

પોતાની પાસેના બાઇક તથા પોતાની હાજરી બાબતે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ આપતો ન હોઇ જેથી નજીક માંથી બે પંચો બોલાવી પંચો રૂબરૂ નામઠામ પુછતા તેણે પોતાનું નામ શ્રવણજી સોરાબજી સરદારજી ઠાકોર ઉ.વ.૩૨ ધંધો મજુરી રહે.દેલવાડા હરીવાડીયા પરૂ તા-સરસ્વતી,જી પાટણ વાળો હોવાનુ જણાવતા પોલીસે તેની પુછપરછ કરતાં પોતે સદર બાઇક પાટણ રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ ઉપર ટીકીટ બારીના સામેના ભાગેથી આશરે નવેક દિવસ અગાઉ આશરે સવારના સાડા દસેક વાગ્યાના સુમારે ચોરી કરેલાની કબુલાત કરેલ જે બાઈક ચોરી ની અગાઉ મહેસાણા રેલ્વે પોલીસ સ્ટેશન પોસ્ટે પાર્ટ એ ગુ.ર.થયેલ હોય સદરી ઇસમને પોલીસે ચોરીના બાઈક સાથે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની શ્રીમંત ફતેહસિંહરાવ લાયબ્રેરી દ્વારા જરૂરિયાત મંદોને ધાબળા નું વિતરણ કરાયું..

પાટણ,તા.૦૫પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરી દ્વારા પાટણના નગરજનો માટે...

ઝોનલ ઓફિસર તેમજ વિવિધ ટીમોને ચૂંટણી લક્ષી તાલીમ અપાઈ…

પાટણ તા. ૧૧આગામી લોકસભા સામાન્ય ચૂંટણી 2024 ની પૂર્વ...

પાટણમાં આયોજિત શિવકથાની યજમાન પરિવારોના નિવાસસ્થાનેથી ભક્તિ સભર માહોલમાં પોથીયાત્રા નિકળી..

પાટણમાં આયોજિત શિવકથાની યજમાન પરિવારોના નિવાસસ્થાનેથી ભક્તિ સભર માહોલમાં પોથીયાત્રા નિકળી.. ~ #369News