પાટણના જૈનમ સ્વામીએ સીબીએસસી ધોરણ 10 ની પરીક્ષામાં 91.5 ℅ સાથે ગૌરવ પ્રાપ્ત કર્યું..

પાટણ તા. ૧૫
પાટણ પ્રજાપતિ સમાજ ના જય હરિ ભજન મંડળ ના સંતવાણી ગાયક રાકેશ કુમાર ગોવિંદલાલ સ્વામી ના સુપુત્ર અને તાજેતરમાં સી બી એસ સી ની ધોરણ 10 ની બોર્ડ પરીક્ષામાં 91.05 ℅ ગુણ મેળવનાર જૈનમ સ્વામીએ સમગ્ર સ્વામી- પ્રજાપતિ પરિવારને ગૌરવ અપાવ્યું છે. ત્યારે જયહરી ભજન મંડળ પાટણ સહિત સમગ્ર સ્વામી- પ્રજાપતિ પરિવારે જૈનમ સ્વામી ની સફળતા બદલ શુભેચ્છા ઓ પાઠવી શિક્ષણક્ષેત્રે પ્રગતિના સોપાન સર કરે તેવી કામનાઓ વ્યકત કરી હતી.