પાટણ તા. ૨૫
પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના લોલાડા ગામને મુખ્ય મથક રાખી લોલાડા, ખિજડીયારી, મેમણા, ફતેહગંજ પીરોજપુરા,મોટીચંદૂર,સિપુર,રાજપુરા,કુવર,સુબાપુરા, તારાનગર ગામોએ પશુઓની સારવાર માટે EMRI Green Health Services સંચાલિત 10 ગામ દીઠ એક ફરતુ પશુ દવાખાનાને પાટણ જિલ્લા કલેકટર અરવિંદ વિજયન દ્વારા ફ્લેગ ઓફ આપી કાર્યરત કરવામાં આવ્યું હતું.
આ ફરતું પશુ દવાખાના સાથે EMRI Green Health Services સંચાલિત પાટણ જિલ્લામાં કુલ-દસ ગામદીઠ એક પશુ દવાખાનાઓ તથા પાટણ નગરપાલિકા વિસ્તારમાં એક કરુણા એમબ્યુલન્સ એમ કુલ -14 પશુઓની સારવાર સંસ્થાઓ માટે ઉપલબ્ધ રહેશે.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી,નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ રાઠોડ, જિલ્લા પશુપાલન અધિકારી, ડો.બી.એમ.સરગરા, MVD 1962 ના પ્રોગ્રામ મેનેજર, ડો.મયંક પટેલ તથા જિલ્લાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ સ્વામી