google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણમાં ચાલું વર્ષે ઉતરાયણ પર્વમાં દોરીમાં રૂ.100 અને પતંગની કોડીમાં રૂ.50 નો વધારો..

Date:

પાટણ તા. ૧૧
ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે પતંગ રસીયાઓએ અવકાશી યુદ્ધની તૈયારીઓ શરૂ કરી દીધી છે. પાટણ પતગ માર્કેટમાં પતંગોના ભાવમાં સામાન્ય કરતાં 25 થી 30 ટકાનો વધારો થયો છે. પતંગ અને માંજાના ભાવમાં રો મટિરિયલ્સ અને કારીગરની મજૂરી વધતા પતંગ અને દોરાના ભાવમાં વધારો થયો છે.કાચો માલ મોંઘો બનતા પતંગ અને દોરીના વેપારીઓએ પણ ભાવ વધારો કર્યો હોવાનું જાણવા મળ્યું છે.આ વર્ષે મકરસંક્રાતિ પહેલા પતંગ-દોરાના ભાવોમાં વધારો થતા પતંગ રસીયાઓ માટે ઉતરાયણમાં પતંગ ચગાવવાનુ મોંઘુ બની રહેશે તેમ જાણવા મળી રહ્યું છે. આવી કાળઝાળ મોઘવારીમાં પીસાતા સામાન્ય મધ્યમવર્ગ માટે ઉતરાયણમાં પતંગની મજા માણવાનુ પણ મોંઘુ બનશે. હાલ પાટણ શહેરમાં પતંગ-દોરાના સ્ટોલ શરૂ થઈ ગયા છે પરંતુ જોઈએ તેવી ધરાકી જોવા મળતી નથી.

બગવાડા ખાતે શરૂ થયેલ પતંગ બજારના વેપારીઓએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય વર્ષથી વેપાર કરીએ છીએ પાટણ ઉત્તરાયણ તહેવાર નિમિત્તે પતંગ બજારમાં માહોલ હજુ જામ્યો નથી. લોકો અવનવી પતંગની ખરીદી કરવા માટે બજારમાં આવી રહ્યા છે પણ જેવી જોઈએ તેવી ખરીદી નથી .બજારમાં નાની – મોટી, સસ્તી મોંઘી દરેક પ્રકારની પતંગો ઉપલબ્ધ છે. બજારમાં સૌથી મોંઘી પતંગ 100 થી 150 રૂપિયા ના પાંચ નંગ વેચાઈ રહી છે.

પ્લાસ્ટિકનાં પંજાના 100 થી 120, નાના પતંગોમાં ગતવર્ષ કરતા 50 રૂપિયા વધુ ભાવ છે.દોરી ના ભાવ માં પણ ગત વર્ષ કરતા આ વર્ષે ભાવમાં સો રૂપિયાનો વધારો જોવા મળી રહ્યો છે જેમાં એક હજારવાર થી લઇ પાંચ હજાર વાર ની દોરી માં ભાવ વધવા પામ્યા છે શહેરમાં ખરીદીમાં હાલમાં મંદીની સીધી અસર જોવા મળી રહી છે પરંતુ પર્વ નજીક આવતા છેલ્લા બે દિવસ ખરીદીમાં 50 ટકાથી વધુ વધારો થશે અને પતંગ બજાર મા ખરીદી માટે લોકોની ભીડ જોવા મળશે તેવી આશા પતંગ બજારના વેપારીઓએ વ્યકત કરી છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરીમાં સાઈબર સીકયોરીટી વિશે સમજ આપવામાં આવી…

પાટણ તા. 26પાટણ કનસડા દરવાજા સ્થિત શ્રીમંત ફતેહસિંહ રાવ...

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે બોર્ડ ઓફ મેનેજમેન્ટની પ્રથમ બેઠક મળી…

રાજય સરકાર દ્વારા તૈયાર કરાયેલ મોડેલ સ્ટેચ્યુટને મંજૂરી આપવામાં...