fbpx

શ્રીમંત ફતેહસિંહરાવ લાઇબ્રેરીમાં સાઈબર સીકયોરીટી વિશે સમજ આપવામાં આવી…

Date:

પાટણ તા. 26
પાટણ કનસડા દરવાજા સ્થિત શ્રીમંત ફતેહસિંહ રાવ લાઇબ્રેરી ખાતે જીલ્લા કાનુની સેવા સમિતિના નમ્રતાબેન ઠકકર કે જેઓ પેએલવી (Para-Legal volunters) તરીકે પાટણની ડીસ્ટ્રીકટ કોર્ટમાં સેવા આપી રહયા છે તેઓએ વિદ્યાર્થીઓને સાયબર સિક્યોરિટી અંતગૅત લીગલ સલાહ આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે, ગત વર્ષ કરતાં આ વર્ષે સાઈબર ક્રાઈમ નાં કેસોમાં ૯૦% વધારો થયો છે અને પાટણમાં પણ રોજનાં ૧૦ થી ૧૫ કેસો આવી રહયા છે.

ખરીદી કરો ત્યારે એપ્રુવ સાઇટ ઉપરથી જ ખરીદી કરવી. કેશઓન ડીલીવર રાખવી, એટીએમ કાર્ડ નંબર, આધારકાર્ડ નંબર, ઓટીપી વગેરે કોઇને પણ આપવું નહીં. તેમજ જરુર જણાય ત્યારે ૧૯૩૦ નંબર ઉપર અથવા જીલ્લાની પોલીસ ઓફીસમાં સાઈબર ક્રાઈમની ઓફીસમાં તમારી કમ્પલેઈન જેટલી બને તેટલી ઝડપથી નોંધાવવી. તેઓએ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબો સંતોષ કારક રીતે આપી સાઈબર ફ્રોડથી બચવા સલાહ આપી હતી.

લાઇબ્રેરીનાં પ્રમુખ ડો. શૈલેષ સોમપુરા એ સ્વાગત કરી વિદ્યાર્થીઓને ચેતતા નર સદા સુખી પ્રમાણે મોબાઈલનો યોગ્ય ઉપયોગ કરવા જણાવ્યું હતું. આ પ્રસંગે હસુભાઈ સોની, અશ્વિનભાઈ નાયક, સુનીલભાઇ પાગેદાર, ચેતન ભાઈ દેસાઈ, નરેશભાઈ પટેલ, શીવપ્રસાદ ગોઠી તથા વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.આભારવિધી સુરેશભાઇ દેશમુખે કરી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

તપોવન સ્કૂલ ખાતે ભારત વિકાસ પરિષદ મહિલા ટીમ દ્વારા ગુરુ વંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો..

શાળાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા શિલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરાયા.. પાટણ...

પાટણ કે.ડી પોલીટેકનીક ખાતે પર્યાવરણના જતન માટે ના સંકલ્પ સાથે 100 જેટલા વૃક્ષોનું વાવેતર કરાયું..

પાટણ તા. 21 પાટણ કે.ડી.પોલિટેકનિક ખાતે સંસ્થાના પરિસરમાં વાતાવરણ...

પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે બોર્ડ ઓફ મેનેજમેન્ટની પ્રથમ બેઠક મળી…

રાજય સરકાર દ્વારા તૈયાર કરાયેલ મોડેલ સ્ટેચ્યુટને મંજૂરી આપવામાં...