fbpx

પાટણની નૂતન વિનય મંદિર શાળા ખાતે સામાજિક ન્યાય દિવસની ઉજવણી કરાઈ..

Date:

પાટણ તા. ૨૦
પાટણની નૂતન વિનય મંદિર ટ્રસ્ટ સંચાલિત નૂતન વિનય મંદિર ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે મંગળ વારે સામાજિક ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.ઉપરોક્ત ઉજવણી અંતગૅત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાટણના સેક્રેટરી જજ શ્રીમતી આર. એ. નાગોરીએ ઉપસ્થિત રહી બાળકો અને ખાસ કરીને દીકરીઓને થતાં અન્યાય સાથે કેવી રીતે કાનૂની પગલાં ભરવા તેની સુંદર સમજ આપી હતી.તેમની સાથે પધારેલ પેનલ એડવોકેટ શ્રીમતી એલ.એ.પંચાલે પણ શાળાના બાળકોને જુદા જુદા હેલ્પ નંબર દ્વારા કેવી રીતે ન્યાય મેળવવો તેની સંપૂર્ણ સમજ આપી હતી.

આ ઉપરાંત તાજેતરમાં જ સ્માર્ટ બોર્ડ ના ઉદઘાટન દ્વારા નૂતન વિનય મંદિર ઉ.મા. શાળા, પાટણ ડિજિટી લાઇઝેસન તરફ આગળ વધી છે ત્યારે શાળામાં બાળકોના વ્યવસાયિક શિક્ષણમાં જુદી જુદી સ્કિલ પ્રાપ્ત કરી શકે અને પોતાનું આર્થિક ઉપાર્જન જાતે મેળવી શકે તે માટે બ્યુટી એન્ડ વેલનેસમાં નવી લેબનું ઉદઘાટન પણ ઉપસ્થિત આર.એ. નાગોરીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે આસિસ્ટન્ટ જજ મુકેશ ભાઈ આર. માળી પણ ઉપસ્થિત રહ્યા હતા.શાળાના આચાર્યએ સામાજિક ન્યાય દિવસનો સાર જણાવી સૌનો આભાર વ્યક્ત કરી શાળાના બાળકો ઉત્તરોત્તર જ્ઞાન મેળવે તથા જુદી જુદી સ્કીલ પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી હતી. શાળાના સિનિયર શિક્ષક હરગોવનભાઈ રબારી એ કાર્યક્રમનુ સંચાલન કર્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના તમામ કર્મચારીઓએ સહયોગ આપી જહેમત ઉઠાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ બગવાડા દરવાજા સ્થિત મણિભદ્ર હાઇટ્સ ખાતે પાંચ દિવસીય ગણેશ મહોત્સવ નો પ્રારંભ..

બિલ્ડર દિલીપભાઈ પટેલ સહિત વેપારીઓએ શ્રી ની પુજા-અચૅના અને...

પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે વિશ્વ નેત્રદાન દિન નિમિતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

પાટણ તા. 10 ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...

મંદિરોની સ્વચ્છતા બાબતને લઈ જિલ્લા કલેકટરે વિવિધ મંદિરોની સાથે જગન્નાથ મંદિરની શુભેચ્છા મુલાકાત લીધી..

જગન્નાથ મંદિરની સ્વચ્છતા થી સંતોષ વ્યકત કરતાં જિલ્લા કલેકટર… મંદિરના...