પતંગ રસિયાઓએ ડીજેના સથવારે મનભરીને મકરસંક્રાંતિની મોજ માણી..
દિવસ ભર ધાબા પરથી કાપ્યો છે…લપેટ ના શોર સાભળવા મળ્યા…
ચાઈનીઝ દોરી પરના પ્રતિબંધ નો ચુસ્ત અમલના કારણે અબોલ પક્ષીઓ ઈજાગ્રસ્ત બનવાના બનાવો નહીવત બન્યા..
મકરસંક્રાંતિ એ ધાબા પર થી પટકાવાના કે અન્ય કોઈ પણ પ્રકારના અકસ્માત ના બનાવો ન બનતાં લોકોએ રાહત અનુભવી..
પાટણ તા. ૧૫
પાટણ શહેરમાં રવિવારે મકર સક્રાંતિ પર્વની સાનુકૂળ પવનને કારણે પાટણ વાસીઓએ હર્ષોલ્લાસમય વાતાવરણ વચ્ચે થી પતંગો ચલાવવાની મજા માણતાં રંગબેરંગી પતંગો થી આકાશ છવાયેલું જોવા મળ્યું હતું તો દિવસ ભર ધાબા ઉપર થી એ કાપ્યો છે..લપેટ ના અવાજો ગુંજતા સાભળવા મળ્યા હતાં.
વહેલી સવારથીજ પતંગ રસીયાઓ પરિવાર સાથે પોત પોતાના ધાબાઓ અને અગાસીમાં પહોંચી ગયા હતા અને તલ સાંકળી,ફાફડા – જલેબી અને ઊંધીયાની જયાફત સાથે પતંગ ચગાવવાની મજા માણી હતી . સામાન્ય નાગરિકો સાથે રાજકીય અને સામાજિક અગ્રણીઓએ પણ પતંગોત્સવની મજા લુટતા આકાશ રંગબેરંગી પતંગોથી છવાયું હતું.
ચાલુ સાલે ચાઈનીઝ દોરી પરના પ્રતિબંધ નો ચુસ્ત પણે અમલ થયો હોય જેના કારણે અબોલ પક્ષીઓ ઈજાગ્રસ્ત બનવાના બનાવોમાં પણ ગત વર્ષ કરતાં ધણો તફાવત જોવા મળતા જીવદયા પ્રેમીઓ સહિત વનવિભાગ ની ટીમે પણ રાહત અનુભવી હતી.
તો ચાલુ સાલે મકરસંક્રાંતિ પવૅ નિમિત્તે કોઈ પણ પ્રકારની અકસ્માત ની ધટના પણ ન સજૉઈ હોવાનું પાટણ 108 ની ટીમે જણાવ્યું હતું.
મોડી સાંજે પતંગ રસિયાઓએ ફટાકડાની આતશબાજી વચ્ચે ડીજે ના તાલે નાચ ગાન સાથે મકરસંક્રાંતિ પવૅ ની ઉજવણી ને યાદગાર બનાવી હતી.
અહેવાલ યશપાલ સ્વામી