fbpx

પાટણના જાખોત્રા ની કેનાલ બે મહિનામાં દસમી વખત તુટતા ખેડૂતો ની મુશ્કેલી વધી..

Date:

પાટણ તા. ૧૫
પાટણ જિલ્લાના રાધનપુર- સાંતલપુર પંથકમાં આવેલ નમૅદાની કેનાલમાં અવાર નવાર ભંગાણ થવાની ઘટનાથી વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયાં છે ત્યારે વાસી ઉતરાણ ના દિવસે જાખોત્રા ડિસ્ટ્રીબ્યુટ ની કેનાલમાં ભંગાણ સજૉતા પાણી આજુબાજુના ખેડૂતો ના ખેતરમાં ધુસતા ખેડૂતો ના પાકને નુકસાન થવાની સાથે પારાવાર મુશ્કેલીઓ ઉભી થવા પામી હતી.

કેનાલ તુટવાની ધટના ને લઇ હૈયાવરાળ ઠાલવતા જાખોત્રા ના ખેડૂત વિરમભાઈ આહિરે જણાવ્યું હતું કે છેલ્લા 2 મહિનામાં આ કેનાલ 10 મી વખત તૂટી છે જેના કારણે કેનાલ આજુબાજુ ના ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતો ના મોધા મુલા પાકોને નુકસાન થયું છે.

અવાર નવાર કેનાલ તૂટવાની ધટના તંત્ર સમક્ષ રજૂ કરવા છતાં તંત્ર દ્વારા કેનાલ નું સુવ્યવસ્થિત સમાર કામ કરવામાં આવતું નથી કે ખેડૂતો ના નુકશાન નું વળતર પણ ચુકવવામાં આવતું નથી. જો ખેડૂતો ના હિતમાં તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ લાવવામાં નહિ આવે તો ના છુટકે ખેડૂતો એ ગાધી ચિધ્યા માગૅ પર આદોલન કરવાની ફરજ પડશે તેવી ચિમકી ખેડૂતો એ ઉચ્ચારી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

સોજીત્રા ગામના 42 લેઉવા પાટીદાર સોજીત્રા પરિવાર દ્વારા પર્યાવરણના જતનની ભાવનાને ઉજાગર કરી..

સોજીત્રા ગામના 42 લેઉવા પાટીદાર સોજીત્રા પરિવાર દ્વારા પર્યાવરણના જતનની ભાવનાને ઉજાગર કરી.. ~ #369News

પાટણની શ્રી કુમારપાળ સોસાયટીમાં વર્ષો પૂર્વે બનાવેલા જમીની પાણીના ટાંકા મા બાળક પટકાતા ઇજાગ્રસ્ત બન્યો..

પાટણની શ્રી કુમારપાળ સોસાયટીમાં વર્ષો પૂર્વે બનાવેલા જમીની પાણીના ટાંકા મા બાળક પટકાતા ઇજાગ્રસ્ત બન્યો.. ~ #369News