fbpx

યુનિવર્સિટી ખાતે મન કી અયોધ્યા ના આયોજન ની સરાહના સાથે કા.કુલપતિ ને સન્માનિત કરાયા…

Date:

પાટણ તા. ૧૫
ભગવાન શ્રી રામચંદ્રજીના તારીખ 22 જાન્યુઆરીએ અયોધ્યા ખાતે યોજાનાર ભવ્યાતી ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ ને લઈને સમગ્ર ભારત ભરમાં ખુશી ના માહોલ સાથે આનંદ ઉલ્લાસ છવાયો છે. ત્યારે આ પુણ્યશાળી અવસરમાં સહભાગી બનવા સમગ્ર ગુજરાત ભરમાંથી સૌપ્રથમ શૈક્ષણિક સંસ્થાઓમાં પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ પહેલ કરી યુનિવર્સિટી ખાતે પાંચ દિવસીય મન કી અયોધ્યા ઉત્સવનું ભક્તિ સભર માહોલમાં આયોજન કયુઁ છે ત્યારે આ સુંદર આયોજન ની પહેલ કરનાર હેમચંદ્રાચાર્ય ઉતર ગુજરાત યુનીવર્સીટી ના કા. કુલપતિ ડો. રોહિત દેસાઈ સહિત સમગ્ર યુનિવર્સિટી ટીમની સરાહના થઈ રહી છે.

ત્યારે આવા સુંદર આયોજન કરવા બદલ સોમવારે પાટણની વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ, યુનિવર્સિટીના કારોબારી સભ્યો, સેનેટ સભ્યો સહિત ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયા ના પત્રકાર મિત્રો દ્વારા યુનિવર્સિટીના કા.કુલપતિ ડો. રોહિતભાઇ દેસાઈ ને સન્માન પત્રો એનાયત કરી અભિવાદિત કરવામાં આવ્યાં હતાં.

આ પ્રસંગે ઈસી મેમ્બર શૈલેષ પટેલ,બેબાભાઈ શેઠ, શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઇ આચાર્ય, રિલાયન્સ ફાઉન્ડેશનના મુકેશભાઈ દેસાઈ, મહેન્દ્ર ભાઈ પટેલ, મનોજ પટેલ, ધર્મેન્દ્ર પ્રજાપતિ, યતીન ગાંધી, ધર્મેન્દ્ર પટેલ,ગૌરવ મોદી, હીનાબેન શાહ નગર પાલિકાના કોર્પોરેટરો સહિત પાટણ ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

સિધ્ધપુર તાલુકાના કલ્યાણા ગામે નવીન CHCનું લોકાર્પણ કરાયું..

પાટણ તા. 22 આરોગ્યની સુવિધા છેવાડાના લોકો સુધી પહોંચે...

શહેરમાં ચારેક બાંધકામો ચાલુ હોવા છતાં ઇમ્પેકટ ફી ભરાયાના મામલે સરકારમાં રજૂઆત કરાશે.

પાલિકા ટાઉન પ્લાનિંગ કમીટીએ રેલ્વેની મંજૂરી વિના થતાં ત્રણ...

ઐતિહાસિક નગરી પાટણ ને પોતાના ચિત્રો થકી ગૌરવ અપાવતો યુવા ચિત્રકાર પિયુષ દરજી..

જૈન ધર્મ ની દિક્ષા મહોત્સવ નિમિત્તે નિકળતી શોભાયાત્રા નું...