પાટણ તા. ૧૫
પાટણ શહેર એ વિવિધ સંપ્રદાયો ના મહાન સૂફી સંતો ની ભૂમિ છે વિવિધ ધર્મો ના સૂફી સંતો ની મજારો અને સમાધિઓ પાટણ ની પ્રભુતા અને પવિત્રતા માં વધારો કરી રહી છે અને આ મહાન ઐતિહાસિક ધરોહર ને ગૌરવશાળી બનાવી રહી છે. આવા જ મહાન સૂફી સંત હજરત પીર યાકુબ શેખ સાહબ (ર.અ) જેઓની મજાર શહેર ના ઝીણીરેત વિસ્તાર માં આવેલી છે.
ગત તારીખ 13 મી જાન્યુઆરી ની રાત્રી ના સમયે એમનો સંદલ શરીફ ઉજવાયો હતો. જયાં અકીદતમંદો અને શ્રદ્ધાળુઓએ હાજરી આપી ધન્યતા અનુભવી પાટણ શહેર તેમજ દેશ ની એકતા અને સલામતી માટે દુઆઓ કરવામાં આવી હતી.આ પ્રસંગે મજાર ના ખાદીમ માજીદભાઈ કાજી,ઉસ્માનભાઈ શેખ,યાસીન ભાઈ સુમરા, ભલુ સોદાગર તેમજ અકીદત મંદો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.
અહેવાલ યશપાલ સ્વામી