fbpx

ભગવાન જગન્નાથજી ના મંદિર શિખર પર સતત 11 વષૅથી ધ્વજા ચડાવવાનો લાભ લેતો જોષી પરિવાર..

Date:

જોષી પરિવાર છેલ્લા 55 વષૅથી જુનાગંજ ચોકમાં સેવા કેમ્પ કરે છે ચાલુ સાલે ખીચડી, શિરો અને મગ નો સેવા કેમ્પ કરશે..

પાટણ તા. 19
પાટણ જગન્નાથજી ભગવાન ની 141 મી રથયાત્રા પૂવૅ અષાડ સુદ એકમ ના પવિત્ર દિવસ મંદિર પરિસર ખાતે ભગવાન ના મંદિર શિખર પર છેલ્લા 11 વષૅથી ધ્વજા ચડાવવાનો લાભ મેળવી રહેલ દુગૉપ્રસાદ જોષી પરિવારે ચાલુ વર્ષે પણ ધ્વજા ચડાવવાનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

આ ધામિર્ક પ્રસંગ પૂવૅ ભૂદેવો ના મંત્રોચ્ચાર વચ્ચે ધ્વજા નું પૂજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ભગવાન જગન્નાથજી ના જયઘોષ વચ્ચે યજમાન પરિવાર દ્રારા ભગવાન ના મંદિર પરિસર ઉપર ભક્તિ સભર માહોલ વચ્ચે ધ્વજા લહેરાવી ધન્યતા અનુભવી હતી.

છેલ્લા અગીયાર વષૅથી ભગવાન જગન્નાથજી ના મંદિર શિખર પર ધ્વજા ચડાવવાનો લાભ મેળવી રહેલ દુગૉપ્રસાદ અમરતલાલ જોષી પરિવાર દ્રારા છેલ્લા 55 વષૅથી રથયાત્રા દરમ્યાન જુનાગંજ ચોકમાં વિવિધ સેવા કેમ્પ નું પણ આયોજન કરવામાં આવે છે.

ચાલુ સાલે પણ તેઓ દ્રારા ખીચડી, મગ અને શિરાના કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની તપોવન શાળા ખાતે ભક્તિમય માહોલમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરાઈ..

બાળકોએ કૃષ્ણ અને ગોવાળિયાના વેશ પરિધારણ કર્યા તો બાલિકાઓએ...