fbpx

પાટણ જનતા હોસ્પિટલ માર્ગ પર આખલા યુદ્ધ જામતા અફરાતફરી મચી.

Date:

પાટણ તા. ૫
પાટણ શહેરના માર્ગો પર અવાર નવાર આંખલા યુદ્ધના દ્રશ્યો સર્જાતા હોવા છતાં પાટણ નગર
પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરોની સમસ્યા દૂર કરવા ઢોર ડબ્બે કરવાની કામગીરી હાથ નહીં ધરતા શહેરીજનોમાં પાલિકા પ્રત્યે રોષની લાગણી જોવા મળી રહી છે.

ગુરૂવાર ના રોજ પાટણ શહેરના જનતા હોસ્પિટલ માર્ગ પર હરાયા બનેલા બે આખલાઓ વચ્ચે શિંગડા યુદ્ધ જામતા અફરાતફરી નો માહોલ સર્જાયો હતો. તો માર્ગ વચ્ચે શિંગડે ભરાયેલા બંને આંખલાઓના યુદ્ધ ના કારણે વાહન ચાલકો થંભી જતા ટ્રાફિક જામની સમસ્યા સર્જાવા પામી હતી.
આ આખલા યુદ્ધ દરમિયાન માગૅ ની સાઈડ
માં પાર્ક કરાયેલ કેટલાક વાહનોને આખલાઓએ હડફેટે લેતાં વાહનોને નુકશાન પહોંચાડ્યું હતું.

જનતા હોસ્પિટલ જેવા ભરચક વિસ્તારમાં મુખ્ય માર્ગ પર આખલા યુદ્ધને શાંત કરવા આ વિસ્તારના વેપારીઓ સહિત યુવાનો એ પાણીનો મારો અને લાકડીઓનો વરસાદ વરસાવતા મહામુસીબતે બંને આંખલાઓને જુદા પાડી ભગાડવામાં સફળતા મળતા વિસ્તારના લોકોએ તેમજ રાહદારીઓ અને વાહન ચાલકોએ રાહત અનુભવી હતી.

પાટણ શહેરના જાહેર માર્ગો પર અવાર નવાર જામતા આવા આંખલા યુદ્ધના કારણે કોઈ નિર્દોષ માનવ જિંદગીનો ભોગ લેવાય તે પહેલા પાલિકા તંત્ર દ્વારા શહેર માંથી રખડતા ઢોરોની સમસ્યા દૂર કરવા ઢોર ડબ્બાની કામગીરી હાથ ધરે તેવી માંગ પ્રબળ બનવા પામી છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના બગવાડા નજીક આવેલ હજરત કાલુ શહિદ (ર. અ. ) નો સદલ શરિફ ઉજવાયો..

દોસ્તના મહોલ્લા માથી સંગીતના સૂરો સાથે ચાદર સહિત સદલ...

પાટણના પદ્મનાભ મંદિર પરિસરની વાડી ખાતે જર્જરીત બનેલ સૂકું ઝાડ ધરાસાઈ બન્યું…

ઝાડ ધરાસાયી બનતા ચામુંડા માતા મંદિર તરફ જવાનો માર્ગ...

પાટણના સાલવીવાડા ચોકમાં આવેલા શ્રી જબરેશ્વરી માતાજી ના મંદિરનો દ્વિતીય પાટોત્સવ પર્વ ઉજવાયો..

મંદિરને રંગબેરંગી ફૂલોથી સુશોભિત બનાવી માતાજીની પૂજા અર્ચના સાથે...