મૃતકની લાશો બે કલાક પછી મળતા સમી રેફરલ હોસ્પિટલમા પીએમ માટે ખસેડાયા..
પાટણ તા. ૯
પાટણ જિલ્લાના સમી તાલુકા ના ખરચરીયા પાસેથી પસાર થતી બનાસ નદી માંખરચરીયા ના રહેવાસી ઠાકોર કિરણભાઈ તેમજ તેમના પત્ની ઠાકોર નૈનાબેન કિરણભાઈ નાહવા ગયેલ ત્યારે ઠાકોર નૈનાબેન નો પગ લપસી જતાં તેઓના પતિ તેઓને બચાવવા જતા તે પણ ડૂબતાં ઘેટાં બકરા ચરાવતા માંડવી ગામના રહેવાસી ઠાકોર તેજાજી જીવાજીએ બન્ને બચાવવા કેનાલમાં છલાગ લગાવી કિરણ ભાઈ ઠાકોર ને બચાવી લીધા હતાં અને તેઓ નૈનાબેન ને બચવા જતાં તેજાજી અને નૈનાબેન નું ડૂબી જતા બંને ના મોત થયા હતા .
બંન્ને મૃતકોની લાશ બે કલાક ની શોધખોળ બાદ સમી સીવીલ હોસ્પિટલ માં પીએમ માટે મોકલી પોલીસે આગળ ની કાયૅવાહી હાથ ધરી હતી. બનાવ ના પગલે ગ્રામ પંચાયત ના તલાટી કમ મંત્રી પ્રવિણભાઈ તેમજ વહીવટદાર અને તાલુકા વહિવટીતંત્ર એ ઘટના સ્થળે પહોંચી ડૂબી ગયેલ બન્ને ઈસમો ને સ્થાનિક તૈરવૈયા ધ્વારા બહાર કાઢી બન્ને ની લાશને સમી રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી આપી હતી. બનાવ ને પગલે મૃતકના પરિવારજનો સહિત નાના એવા ગામમાં શોકની કાલીમા છવાઈ જવા પામી હતી. તો બનાવની સમી પોલીસે આગળ ની કાયૅવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી