સિધ્ધપુર સ્વામી નારાયણ મંદિર નો હરીક મહોત્સવ અને શ્રી કષ્ટભંજન દેવ ની પુન: પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો..

પાટણ તા. ૩
સ્વામિનારાયણ મંદિર – મહાતીર્થધામ સિધ્ધપુર ખાતે “સિધ્ધપુરધામ 160મા શતાબ્દી હીરક મહોત્સવ 2024” અને શ્રી કષ્ટભંજનદેવની પુનઃપ્રતિષ્ઠા મહોત્સવ શનિવારે ભકિત સભર માહોલમાં આયોજિત કરવા માં આવ્યો હતો.આ પ્રસંગે પરમ પૂજ્ય કૌશલ્ય પ્રસાદજી મહારાજ, સદગુરુ પુરુષોત્તમદાસજી મહારાજ, સ્વામી કુંજવિહારી દાસજી મહારાજ, મહંત ચંદ્રપ્રકાશજી (બિલિયા) સહિત ના સંતો મહંતોએ ઉપસ્થિત રહી પોતાના રૂડા આશીર્વાદ પાઠવ્યા હતાં.

આ ધામિર્ક ઉત્સવમા સહભાગી બનેલા ગુજરાત રાજ્યના કેબીનેટ મંત્રી અને સિધ્ધપુર ના ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે સિધ્ધપુર ની પવિત્ર ધરા પર સ્વામિનારાયણ સંપ્રદાયના હરીક મહોત્સવ અને શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજ ની પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ ની શુભકામનાઓ વ્યકત કરી સંતોમહંતો ના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી.આ પ્રસંગે સંતો, મહંતો સહિત રાજકીય, સામાજિક આગેવાનો સાથે સિધ્ધપુર ની ધમૅપ્રેમી જનતાએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રસંગને દિપાવ્યો હતો.