પાટણ તા. ૧૯
રાધનપુર પોલિસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષથી સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાનું રેકર્ડ પર સામે આવ્યું છે. નામદાર સેશન કોર્ટે દ્વારા રાધનપુર
પોલિસ સ્ટેશનના સીસીટીવી કેમેરાના રેકોર્ડ થયેલ ફૂટેજ ની માંગણી કરતા પોલિસ ઇન્સ્પેકટર દ્વારા કોર્ટને લેખિતમાં આપ્યું છે કે છેલ્લા એકાદ વર્ષથી સીસીટીવી મેન્ટન્નશ કરતી કંપની કરાર પૂર્ણ થયેલ હોવાથી બંધ હાલત માં છે જેથી પોલિસ દ્વારા સ્પષ્ટ પણે લેખિતમાં નામદાર સુપ્રીમ કોર્ટ ના હુકમનો અનાદર બદલ મામલો કોર્ટમાં પહોંચ્યો છે.
રાધનપુર પોલિસ સ્ટેશન ખાતે ૨૦ જૂનના રોજ પાટણ SOG દ્વારા NDPS નો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં કહેવાતા આરોપી પ્રભાતસિંહ ઉર્ફે લાલુભા નામના વ્યક્તિએ નામદાર સેશન કોર્ટેમાં જામીન અરજી મુકી હતી. જેમાં દલીલો કરવામાં આવી હતી કે sog દ્વારા ખોટી ફરિયાદ કરી સ્થળ પર પંચનામુ નહિ કરીને મુદ્દામાલ રાધનપુર પોલિસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યો હતો.
જેમાં મીડિયાના પ્રતિનિધિઓ દ્વારા પોલિસ સ્ટેશન ખાતે ખુલ્લામાં લાવવામાં આવેલ ગાંજાના વિડિયો કેમેરામાં કેદ કર્યા હતા જે વિડિયો કોર્ટમાં રજૂ કરતા નામદાર સેશન કોર્ટ દ્વારા પોલિસ સ્ટેશનના સીસી
ટીવી ફૂટેજ કેમેરાની માંગણી કરવામાં આવી હતી જેમાં રાધનપુર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર એમ.કે.ચૌધરી દ્વારા કોર્ટને લેખિતમાં આપવામાં આવ્યું છે કે પોલિસ સ્ટેશન ના છેલ્લા એકાદ વર્ષથી સીસીટીવી કેમેરા બંધ હાલતમાં છે
જેથી નામદાર સુપ્રીમ કોર્ટે દ્વારા હુકમ કરવામાં વર્ષ ૨/૧૨/ ૨૦૨૦ માં જેમાં એસ.એલ.પી.નંબર ૩૫૪૩ માં સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે પોલિસ સ્ટેશન ના ઓડિયો અને વિડિયો સીસીટીવી વાળા કેમેરા ચાલુ હોવા જોઈએ અને એવો કોઈ પોલિસ સ્ટેશન ની જગ્યા ખાલી ન હોવી જોઇએ કે ત્યાં કેમેરા ન હોય
સીસીટીવી ફૂટેજ ૧૮ માસ સુધી સંગ્રહ કરવામાં આવવા જોઈએ આવી ફરજિયાત ફરજ નો ભંગ થયો છે જેથી રાધનપુર પોલિસ સ્ટેશન દ્વારા નામદાર સુપ્રીમ કોર્ટે ના હુકમના અનાદર કરવા બદલ મામલો કોર્ટમાં પહોંચ્યો છે અને આવનારા સમયમાં એસપી પાટણ તેમજ બીજા કેટલાક પોલિસ કર્મચારીને પગે રેલો આવી શકે તેમ હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી