પાટણ તા. ૫
પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેડૂતોના ઉત્પાદન નો ખરો તોલ, ખુલ્લી હરાજી અને રોકડા નાણા નું ચુકવણું કરાતું હોવાથી પાટણ પંથક સહિત આજુબાજુના ખેડૂતો પોતાના માલનું વેચાણ કરવા પાટણ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ મા આવતાં હોય છે.હાલમાં પાટણ માર્કેટ યાર્ડમાં રાયડા અને એરંડાના માલનું વેચાણ કરવા ખેડૂતો સવારથી જ આવતા હોય છે. સોમવારના રોજ પાટણ માર્કેટ યાર્ડમાં રાયડાની આવક 1124 બોરી અને એરંડા ની આવક 8552 બોરીની થઈ હોવાનું માર્કેટ યાર્ડના ચેરમેન સ્નેહલભાઈ પટેલે જણાવ્યું હતું. વધુમાં ચેરમેને જણાવ્યું હતું કે સોમવારે રાયડા નો ભાવ રૂ. 900 થી રૂ. 1,024 અને એરંડા નો ભાવ રૂ.1085 થી રૂ. 1153 નો ખેડૂતો માટે પોષણક્ષમ રહ્યો હોવાનું જણાવ્યું હતું.
અહેવાલ યશપાલ સ્વામી