fbpx

પાટણ નગરના 1279 માં સ્થાપના દિનની ઉજવણીના આયોજન માટે રાજપૂત સમાજની બેઠક મળી…

Date:

પાટણ તા. ૫
ઐતિહાસિક પાટનગર એવા પાટણ નગર ની સ્થાપના વિક્રમ સવંત 802 માં વનરાજ ચાવડા એ કરી હતી. ત્યારબાદ આ ઐતિહાસિક નગરમાં ચાવડા વંશ , વાઘેલા અને સોલંકી વંશ ના રાજાઓએ આધિપત્ય જમાવ્યું હતું અને પાટણ નગરનો વિસ્તાર છેક માળવા સુધી વિસ્તરયો હતો .ઐતિહાસિક નગર પાટણનો સ્થાપના દિવસ છેલ્લા ઘણા વર્ષોથી અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ગુજરાત પ્રદેશ, પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લો તેમજ રાજપૂત સમાજની વિવિધ સેવાભાવી સંસ્થાઓ તેમજ પાટણ નગર પાલિકા અને વિવિધ સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ખૂબજ ભવ્ય રીતે ઉજવામાં આવે છે.

ત્યારે આગામી સમયમાં આવી રહેલા પાટણ નગરના 1279 સ્થાપના દિન ઉજવણીની તૈયારીઓ અને તેના આયોજન ના ભાગરૂપે પાટણ શહેરમાં વાળીનાથ ચોક નજીક આવેલ શ્રી કાંકરેજ વિભાગ જાગીર દાર રાજપૂત સમાજ છાત્રાલય અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના પ્રદેશ મહામંત્રી નટુભા જાડેજાના અધ્યક્ષ સ્થાને એક બેઠક મળી હતી. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત, પાટણ-બનાસકાંઠા – મહેસાણા જિલ્લા નો સયુંકત 24 મો પાટણ નગર સ્થાપના દિવસ કાર્યક્રમ આગામી 3/3/2024ના રોજ યોજાવાનો છે .જેના આયોજન માટે રાજપૂત સમાજ ના સામાજીક આગેવાનો સાથે ચર્ચા કરી જવાબ દારીઓ નક્કી કરવા બાબતે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું .

તો ગુજરાત સરકાર ના કેબિનેટ મંત્રી બલવંતસિંહજી રાજપૂત સિધ્ધપુરને પાટણ સ્થાપના દિન ઉજવણી માં મહેમાન તરીકે ઉપસ્થિત રહેવા માટે સંસ્થા દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા છે.પાટણ,બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાના અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ,મહિલા સંઘ અને યુવા પાંખના હોદ્દેદારો , સહયોગી સામાજિક સંસ્થા ઓ અને સંગઠનો તથા સામાજીક આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વિવિધ કામગીરી માટેની સમિતિઓ બનાવવામાં આવી હતી અને સમિત માં કામ કરનાર વ્યક્તિઓ ની નિમણુંક કરવામાં આવી હતી. આ પ્રસંગે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ જિલ્લા ના પ્રમુખ મહિપતસિંહ રાજપૂત સહિત ના સમાજ ના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

કાંસા ની એસ પી ઠાકોર સર્વોદય હાઈસ્કૂલની ટીમ કબડ્ડી મા રાજ્ય કક્ષાએ પસંદગી પામી..

પાટણ તા. 16 પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના અજિમણા મુકામે...

જિલ્લાની સરકારી કચેરીઓમાં રેકર્ડ વર્ગીકરણ અને ભંગારના નિકાલની કામગીરી હાથ ધરાઈ..

પાટણ તા. 2 લોકોમાં સ્વચ્છ અને સ્વસ્થ વાતાવરણને પ્રોત્સાહન...