પાટણ તા. ૧૪
પાટણ જિલ્લાના સાંતલપુર પીપરાળા ચેક પોસ્ટ ખાતેથી ભારતીય ચલણી નાંણાની રૂ.500ના દરની બનાવટી નોટો નંગ-446 સાથે સાંતલપુર પોલીસે એક શખ્સ ને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.બનાવની મળતી માહિતી મુજબ પાટણ જિલ્લા પોલીસ વડા દ્રારા જિલ્લા માથી મિલ્કત સબંધી અને ગે.કા. અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખીને અસરકારક કામગીરી કરવા કરેલ સુચના ના પગલે એચ.ડી.મકવાણા, પો.સબ.ઇન્સ. સાંતલપુર પોલીસ સ્ટાફના માણસો ગે.કા. અસામાજિક પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ રાખીને પરીણામલક્ષી કામગીરી કરવા ટેકનિકલ અને હ્યુમન સોસીંગથી પ્રયત્નશીલ હતા તે દરમ્યાન બાતમી હકિકત મળેલ કે ગણેશ ટ્રાવલ્સની લકઝરી બસ નં- AR.01.T.8969ની અંદર ગણેશ કામત નામનો એક ઇસમ જેણે શરીરે સફેદ કાળા બ્લ્યુ કલરના પટ્ટાવાળુ ટી- શર્ટ તથા કાળા કલરની નાઇટી અને જેકેટ પહેરેલ છે. જે ઇસમ લકઝરી બસમાં સિંગલ શીટની લાઇનમાં પ્રથમ શીટની ઉપરના ભાગે સુતલો છે જે બિકાનેર રાજસ્થાનથી મોરબી જઇ રહેલ છે જેની પાસે ભારતીય નાંણાની બનાવટી ચલણી નોટો છે અને જે લકઝરી બસ વહેલી સવારના સાંતલપુર થઇને આડેસર કચ્છ તરફ જનાર છે આ હકિકત આધારે ટીમે પીપરાળા ચેકપોસ્ટ ખાતે પંચોના માણસો સાથે નાકાબંધી કરીને સઘન વાહન ચેકિંગ કરતાં બાતમી હકિકતવાળો ઇસમ ગણેશ લકઝરી બસમાંથી મળી આવતાં તેનું નામ ઠામ પુછતાં પોતાનું નામ ગણેશ બિહારી બેકુ કામત રહે- હાલ બિકાનેર, જસુસર ગેટ દેવીસિંહજી ના મકાનની પાછળ વોર્ડ-4 તા.જિ.બિકાનેર (રાજસ્થાન)મુળ રહે.ડોર,તા.થાણુ ફુલપુરાશ જિ.મધુબન્ની (બિહાર)વાળો હોવાનું જણાવ્યું હતું .પોલીસે ગણેશ ની અંગજડતી કરતાં પર્સમાંથી ભારતીય ચલણી નાંણાની રૂ.500ના દરની બનાવટી નોટ નંગ-06 તેમજ તેની પાસે રહેલ કપડાના થેલામાંથી ભારતીય ચલણી નાંણાની રૂ.500 ના દરની બનાવટી નોટ નંગ-440 મળી કુલ બનાવટી નોટ નંગ-446 કુલ રૂ.2.23,000 તેમજ મોબાઇલ ફોન-01 કિ.રૂ.10000- તેમજ યુનિયન અને SBI બેન્કના ડેબીટ કાર્ડ 03, પાસબુક 01, ચેક બુક-01, રૂ.50 ના દરની નોટ-1. રૂ.5 ના દરની નોટ-01, રૂ.2 ના દરની નોટ-01 જે સાચી નોટો મળી કુલ રૂ.10057 નો મુદ્દામાલ કબ્જે કરી એફ.એસ.એલ. અધિ. પાટણ અને SBI બેંક મેનેજર રાધનપુર પાસે બનાવટી નોટો ચકાસણી કરાવતાં તમામ બનાવટી નોટો હોવા અંગેનું પ્રમાણપત્ર મેળવી ને પકડાયેલ આરોપી ગણેશ તથા બનાવટી નોટ આપનાર આરોપી દેવકિશન ઓઝા રહે બિકાનેર રાજસ્થાન વાળા વિરૂધ્ધ સાંતલપુર પોલીસ સ્ટેશન માં ગુનો નોંધી વધુ તપાસ એસ ઓ જી પોલીસ ચલાવી રહી હોવાનું જાણવા મળ્યું છે.
અહેવાલ યશપાલ સ્વામી