આ યોગભવનની મૂર્તિ નીલમ દીદી છે તો આત્મા નીતા દીદી અને શરીરી અંગો નિધિ દીદી છે..
પાટણ તા.૯
પાટણ- ઉઝા રોડ પર આકાર પામેલ નવનિર્મિત બ્રહ્મા કુમારી સેન્ટરના હોલમાં રાજયોગની નીલમ દીદીનો સન્માન સમારંભ બુધવારે સાંજે યોજાયો હતો. એમ કહેવાય છે કે જેમનો જન્મ પંજાબ ની ભૂમિઉપર એક સમૃદ્ધ અને એજ્યુકેટેડ પરિવારમાં થયો હતો તેવા રાજ યોગ ની નીલમ દીદી ૧૨ વર્ષની નાની ઉંમરે સંસાર ત્યાગીને ખુબજ સમૃદ્ધ પરિવારને છોડીને પાટણની જનતાની સેવા માટે બ્રહ્મા કુમારી વિશ્વ વિદ્યાલય સાથે જોડાયા હતા, તેમના ત્યાગ, તપસ્યા અને બલિદાન ના કારણે આજે પાટણમાં કરોડો રૂપિયાનું ભવન નિર્માણ થઈ શક્યું છે તેવા નીલમ દીદી માટે બુધવારે સાંજે બ્રહ્મા કુમારી સેન્ટર ઉપર એક સુંદર સન્માન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે આ નિર્માણ કાર્યને પરિપૂર્ણ કરવા જેને જેને સીધું કે આડકતરું યોગદાન આપ્યું હતું
તેવા સૌને દીદી એ શાબ્દિક સન્માન કરી ભેટ આપી હતી.આ પ્રસંગે પાટણ ના શ્રી જગન્નાથ જી મંદિરના મે.ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્ય , પૂર્વ પાલિકા કોર્પોરેટ સતિષભાઈ ઠક્કર , સારથી ઓટોના માલિક ભરતભાઈ પ્રજાપતિ, દિનેશ ભાઈ એન્જિનિયર, પત્રકાર રાજેશભાઈ સોની સહિત ના આગેવાનો એ ઉપસ્થિત રહી નીલમ દીદીનું સન્માન કર્યું હતું.આ પ્રસંગે પોતાના પ્રસંગો ચીત ઉદબોધનમાં પિયુષભાઈ આચાર્ય એ જણાવ્યું હતું કે પાટણ ના આંગણે આ ભવ્ય ઈમારતની નિર્માણ નો યશ રાજયોગની નીલમ દીદીના ફાળે જાય છે. તેઓની ૫૦ વર્ષ કરતાં વધુ સમયની તપશ્ચર્યા ના પરિણામે આ કાર્ય શક્ય બન્યું છે.
પાટણની જનતાના આત્માને શાંતિ આપવા, પોઝિટિવ એનર્જી પ્રદાન કરવા પોતાનો પરિવાર છોડી પાટણમાં ૬૫ વર્ષ કરતા વધુ સમય સુધી અવિરત સેવા પૂરી પાડવા બદલ નીલમ દીદી સાચા અર્થમાં સન્માનને અધિકારી છે. તેમજ તેમની સાથે ખભે ખભો મિલાવી કામ કરતી સર્વે બ્રહ્મા કુમારીઓનું પણ યોગદાન નોંધપાત્ર રહ્યું છે, આદરણીય નીલમ દીદી આ યોગ ભવનની મૂર્તિ છે અને આદરણીય નીતા દીદી આ સેન્ટર નો આત્મા છે તેમજ નિધિ દીદી આ સેન્ટરના શરીરી અંગો છે. જેમને જેટલું સન્માન આપીએ તેટલું ઓછું છે.આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બ્રહ્માકુમારી અને કુમારો ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ યશપાલ શ્યામી