google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

નેટની પરીક્ષામાં પાટણ જિલ્લામાં પ્રથમ આવતો ઓકસફર્ડ સ્કૂલનો વિદ્યાર્થી વિશ્વ પટેલ..

Date:

પાટણ તા. ૧૫
તાજેતરમાં નેશનલ એજન્સી (NTA) દ્વારા JEEMains ની લેવાયેલી પરીક્ષામાં પાટણની સી.બી.એસ.ઈ. સાથે સંલગ્ન ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલના વિદ્યાર્થી વિશ્વ તુષારકુમાર પટેલે પરીક્ષા આપી હતી. જે પરીક્ષાનુ પરિણામ જાહેર થતાં ઓકસફર્ડ સ્કૂલ ના વિધાર્થી વિશ્વ તુષારકુમાર પટેલે પાટણ જીલ્લા માં 99.78 પર્સન્ટાઇલ સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરીને શાળા- પરિવારનું નામ રોશન કરેલ છે. વિશ્વ એ ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલ માં ધોરણ 1 થી 12 સુધી અભ્યાસ કરેલ છે. સ્કૂલના સંસ્થાપક જગદીશ કથુરિયા, આચાર્ય જોયન જોસ, ટ્રસ્ટી શાંતિ ભાઈ સ્વામી, વિજયભાઈ પટેલ, પૂનમબેન કથુરિયા, જગદીશભાઈ ખમાર, હર્ષ પટેલ, હાર્દિક સ્વામી સહિત શિક્ષક મિત્રોએ શુભેચ્છા પાઠવી ઉચ્ચ કારકિર્દી ની કામના વ્યકત કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

ધારપુર ની જી. એમ. ઈઆર. એસ. હોસ્પિટલ ને આઇ બેન્ક ની મંજૂરી મળી..

પાટણ તા. ૩પાટણ સમીપ આવેલ ધારપુર ની જી. એમ....

સગીર બાળા ઉપર બળાત્કાર ગુજારી છેલ્લા સાત મહીના થી નાસતા ફરતા આરોપીને ઝડપી લેતી પોલીસ..

સી.પી.આઈ કચેરી રાધનપુર (કેમ્પ-સમી) ટીમે બળાત્કારી ને ઝડપી કાયદેસરની...