fbpx

પાટણ સાયન્સ સેન્ટર ખાતે હાઈડ્રોપોનિક્સ વિષય પર વર્કશોપ યોજાયો..

Date:

પાટણ તા. ૧૬
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે તા. 16 ફેબ્રુઆરી ના રોજ હાઈડ્રોપોનિક્સ વિષય પર વર્કશોપ યોજાયો હતો.આ વકૅશોપ મા 350થી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને જાહેર જનતાએ ભાગ લીધો હતો

જે ઓને નિષ્ણાત ગાઈડ દ્વારા વિવિધ હાઇડ્રોપોનિક્સ ટેકનિક અને તેના વિવિધ સ્ટેપ જેવા કે બીજ રોપણ, તેની માવજત અને તેમાં વપરાતા પોષક તત્વો વિશે સહભાગીઓનું નિદર્શન કરવામાં આવ્યું હતું.

આ પ્રકારની વર્કશોપ સહભાગીઓમાં વૈજ્ઞાનિક જિજ્ઞાસા અને જ્ઞાનનું સર્જન કરે છે.સાયન્સ સેન્ટરના પ્રોજેકટ ડાયરેક્ટર ડૉ.સુમિત શાસ્ત્રી જણાવ્યું હતું કે સાયન્સ સેન્ટર સાયન્ટિફિક શિક્ષણ અને જાગૃતિને પ્રોત્સાહન આપવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે. ત્યારબાદ સહભાગીઓએ સાયન્સ સેન્ટરની પાંચ જુદી-જુદી ગેલેરીઓની મુલાકાત કરી અને 5-ડી થિયેટર તથા વર્ચ્યુઅલ રિયાલિટી જેવી અદ્યતન ટેકનોલોજી નિહાળી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ભૂતનાથ મહાદેવ મંદિર પરિસર ખાતે શિવયાગ યજ્ઞ યોજાયો..

પાટણ તા. 14 શ્રાવણ માસની પૂર્ણાહુતિ પ્રસંગે દર વર્ષની...