google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ યુનિ.ના કા.રજિ.ડો.કે.કે.પટેલ કામના ભારણ થી થાકતા યુનિ.ના કા.રજિ.નો ચાર્જ ડે.રજિ.ને સોંપતા કા. કુલપતિ..

Date:

પાટણ તા. ૧૯
પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કા.રજીસ્ટર તરીકે છેલ્લા આઠ મહિના થી પોતાની વહીવટી કાર્ય કુશળતા દ્રારા યુનિવર્સિટીનો વહીવટ સારી રીતે સંભાળી રહેલા ડો. કે.કે .પટેલ પોતાના કામ પરના ભારણને લઈ થાકતા અને તેઓ દ્રારા પોતાના કા. રજિ.પદેથી સ્વૈચ્છીક મુક્તિ માંગતા સોમવારે યુનિવર્સિટી ના કા. કુલપતિ ડો.રોહિતભાઈ દેસાઈએ તેઓને તેમની જવાબદારી માથી મુક્ત કરી યુનિવર્સિટીના ડેપ્યુટી રજિસ્ટાર કમલ મોઢ ને કા. રજીસ્ટાર નો વધારાનો ચાર્જ સુપ્રત કરતાં યુનિવર્સિટી સ્ટાફ પરિવારે નવનિયુક્ત કા. રજિસ્ટાર મોઢ ને શાલ ઓઢાડી મો મીઠું કરી આવકાર્યા હતા .

કા. રજિસ્ટાર પદે મોઢ ને ચાજૅ સોંપતા કા. કુલપતિ ડો. રોહિતભાઇ દેસાઈ એ જણાવ્યું હતું કે સોમવારે યુનિવર્સિટીના ઇન્ચાર્જ રજીસ્ટર પદે ડો.કે.કે.પટેલ છેલ્લા આઠ મહિનાથી પોતાની વહીવટી કાર્ય કુશળતા દ્રારા યુનિવર્સિટીના વહીવટને સારી રીતે સંભાળ્યો છે.પરંતુ એમની અન્ય ઇન્ટરનેશનલ સેલ, હોસ્પિટલ મેનેજમેન્ટ જેવા અનેક ચાર્જ એમની પાસે હોય અને કામનું ભારણ પણ એમની પાસે વધુ હોય ત્યારે પબ્લિક યુનિટી એક્ટ અંતર્ગત નાયબ સચિવ ડો.કમલ મોઢ ને વધારાના ચાજૅ તરીકે ઈન્ચાર્જ રજીસ્ટારનો ચાર્જ સોપવામાં આવ્યો હોવાનું તેઓએ જણાવ્યું હતું..

કા. રજીસ્ટારનો ચાજૅ સંભાળતા કમલ મોઢે જણાવ્યું હતું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના કા.રજીસ્ટર ડો.કે.કે.પટેલ હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના વડાની કામગીરી કરતાં હોય તેઓના કામ ના ભારણને ધ્યાનમાં રાખી અને તેઓની સ્વૈચ્છિક મુક્તિ થવા માટેના લખેલ પત્રને કા. કુલપતિ દ્વારા મજુર કરી કા.રજિસ્ટાર તરીકે ની જવાબદારી તેઓને સોંપવમાં આવી છે તે બદલ કા. કુલપતિ અને યુનિ તંત્ર નો તેઓએ આભાર વ્યકત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિ.ના વહીવટી ભવન ખાતે સૌપ્રથમવાર ગણેશ ઉત્સવ ઉજવાયો.

એબીવીપી દ્રારા ભક્તિ મય માહોલમાં ગણેશજી ની સ્થાપના કરાઈ..પાટણ...

શહેરમાં ચારેક બાંધકામો ચાલુ હોવા છતાં ઇમ્પેકટ ફી ભરાયાના મામલે સરકારમાં રજૂઆત કરાશે.

પાલિકા ટાઉન પ્લાનિંગ કમીટીએ રેલ્વેની મંજૂરી વિના થતાં ત્રણ...