fbpx

પાટણ યુનિવર્સિટી ને ગુજરાતી ભવન માટે સરકાર દ્વારા સૈધ્ધાંતિક મંજૂરી મળી છે : કા.રજિ.કે. કે.પટેલ…

Date:

પાટણ તા. ૧૯
૨૧ મા ત્રિ-દિવસીય અખિલ ભારતીય હેમચન્દ્રાચાર્ય સમારોહનો પ્રારંભ સોમવારે યુનિવર્સિટીના કન્વે નશન હોલ ખાતે કરવામાં આવ્યો હતો.જેમાં મુખ્ય વક્તા તરીકે સંસ્કૃતના વિદ્વવાન પ્રો.રાધા વલ્લભ ત્રિપાઠી રાષ્ટ્રીય સંસ્થાન દિલ્હી, અતિથિ વિશેષ પ્રો.ટી. ગણેશ ફ્રેંચ ઇન્સ્ટિટટ્યૂટ પોંડીચેરી,પ્રો.વસંત ભટ્ટ, પૂર્વ ભાષા ભવન ગુજરાત યુનિવર્સિટીના ડાયરેક્ટર, પુંડરિક વિજયજીનાશિષ્ય રત્ન મહાવિદેહ વિજયજી મહારાજ, યુનિવર્સિટીના કા.કુલસચિવ ડૉ. કે .કે.પટેલ તથા રાજ્ય અને દેશના જુદા જુદા વિભાગોમાંથી 160 કરતાં વધુ અધ્યાપકો, વિદ્યાર્થીઓ સમારોહમાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહ્યા હતા. ઉદઘાટન સમારોહમાં બોલતો પ્રો. રાધાવલ્લભ ત્રિપાઠી એ આચાર્ય હેમચંદ્રાચાર્યના સાહિત્યની કવિતા પક્ષની કેટલીક બાબતો વિશે પોતાના વિચારો રજૂ કર્યા.

પ્રો.વસંતકુમાર ભટ્ટે પાટણના ઇતિહાસને લગતા સંસ્કૃત સાહિત્યના ઉલ્લેખો વિશે આધારભૂત માહિતી આપી હતી.પાંડીચેરીથી આવેલા ટી.ગણેશે હસ્તપ્રતોના અભ્યાસ વિશે રહેલી તકોની માહિતી આપી હતી.જૈન મુનિ મહારાજ મહાવિદેહ વિજયજી એ સંશોધનમાં સહયોગની ખાતરી આપી હતી.આ પ્રસંગે યુનિવર્સિટીના કા. કુલસચિવ કે.કે.પટેલે જણાવ્યું હતું કે સરકારે પાટણ યુનિવર્સિટીમાં જે ગુજરાતી ભવન ની માગ હતી તેનો સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો હોવાનું જણાવી આવનાર વર્ષથી યુનિવર્સિટી ખાતે અનુ દાનિત ગુજરાતી વિભાગ શરૂ થશે તેવી આશા વ્યકત કરી હતી. બપોર પછીના પ્રથમ સત્રમાં પ્રોફે. તપસ્વી નાન્દી વ્યાખ્યાન માળામાં બોલતા પ્રો.રાધા વલ્લભ ત્રિપાઠીએ વૈદિક કાળથી લઈને આજ સુધી ના કાવ્યશાસ્ત્રના ઇતિહાસને પાંચ ભાગમાં વહેંચીને દરેક સમયે આ ક્ષેત્રમાં શું કામ થયું? તેનું મૂલ્ય શું હતું અને તે કામ કેવી રીતે આગળ વધ્યું જેની ખૂબ બારીકાઈથી માહિતી આપી હતી. સમારોહમાં ઉપસ્થિત સભ્ય લોકોએ આ વ્યાખ્યાનની નોંધ લીધી હતી. આ વ્યાખ્યાન ઇન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન પણ કરવામાં આવ્યું હતું જેમાં દેશભરના અનેક સાહિત્ય ના અનુરાગી લોકોએ તેનો લાભ લીધો હતો.ડોક્ટર તપસ્વી નાન્દી વ્યાખ્યાન માળા માટે તેમના પરિવાર અનુદાન આપેલ છે અને તેમાંથી પ્રતિવર્ષ એક વિશિષ્ટ વકતાને બોલાવીને આ વ્યાખ્યાન કરવા માં આવે છે. આ પ્રસંગે 11 માં હેમપ્રભા સંશોધન પત્રિકા ના અંકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. જેમાં કેટલાક પસંદગીના શોધપત્રો પ્રકાશિત કરવામાં  આવ્યા  હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ સીટી વિસ્તાર માંથી ચોરેલ એક્ટીવા સાથે આરોપીને પકડી પાડતી હારીજ પોલીસ..

પાટણ તા. ૧૧પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિન્દ્ર પટેલ...

પાટણ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની તા.26 થી 28 સુધી ઉજવણી કરાશે..

પ્રવેશોત્સવની વર્ચુયલ બ્રીફિંગ મિટિંગમાં જિલ્લાના પદાધિકારીઓ અને અધિકારીઓ જોડાયા. પાટણ...

પાટણની હેમ. ઉ.ગુ. યુનિવર્સિટી નું રૂ. 2.50 કરોડનું ઉત્તરવહીનું ટેન્ડર ચાર મહિનાથી વિલંબમાં પડ્યું…

ઉત્તરવહી ટેન્ડર મામલે અરજદારની અરજી ને લઇ કોકડું ગૂંચવાણુ.. ટૂંક...

પાટણના જુનાગંજ બજારમાં ભાવનગરની મહિલાની થેલી માથી ગઠીયો રોકડ અને દાગીના સેરવી ફરાર થયો..

પાટણના જુનાગંજ બજારમાં ભાવનગરની મહિલાની થેલી માથી ગઠીયો રોકડ અને દાગીના સેરવી ફરાર થયો.. ~ #369News