પાટણ તા. ૨૦
મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરભ ગામ ખાતે સમસ્ત રબારી સમાજના આસ્થાના પ્રતિક સમાન વાળીનાથ મહાદેવના ભવ્ય મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.ત્યારે આગામી 22મી ફેબ્રુઆરીના પવિત્ર દિવસે તરભ વાળીનાથ ધામમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ગરીમામય ઉપસ્થિતમાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે.ત્યારે 16 થી 22મી ફેબ્રુઆરી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
દરરોજ અનેક રાજકીય આગેવાનો પણ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે.ત્યારે આ ભગીરથ કાર્યમાં સમાજ ના અનેક લોકો દ્વારા લાખો કરોડો રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે. અને દાનની જાહેરાત પણ કરવામાં આવી છે.પાટણ તાલુકા ના મહેમદપુર ગામના રબારી સમાજના આગેવાન અને તાલુકા પંચાયત પાટણના પુવૅ પ્રમુખ કાનજીભાઈ મોતીભાઈ દેસાઈ દ્વારા પણ આ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માં રૂપિયા 51 લાખનું દાન આપવામાં આવ્યું છે.
મંગળવારે કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ની ઉપસ્થિતિમાં યોજાયેલા સાંસ્કૃતિક કાર્યક્રમમાં જો સરકાર વાળીનાથ ધામમાં યુનિવર્સિટી બનાવવા માટેની પહેલ કરે તો રૂ 11 કરોડનું દાન કાનજીભાઈ મોતીભાઈ દેસાઈ દ્વારા આપવાની જાહેરાત કરવામાં આવતા સમસ્ત માલધારી સમાજ દ્વારા તેમની આ પહેલને આવકારી હતી.
અહેવાલ યશપાલ સ્વામી